શોધખોળ કરો

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાનને 'કેન્સર' ગણાવતા ટ્રમ્પે કહ્યું- અત્યાર સુધી નસીબથી બચ્યો છું; અમેરિકા-ઈરાન વચ્ચેના તમામ કરાર ખતમ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ઈરાન તેમને જાનથી મારવાનું કાવતરું ઘડે છે.
  • અંકારામાં ટ્રમ્પે અમેરિકા-ઈરાન સમજૂતી કરાર કાયમ માટે સમાપ્ત કર્યો.
  • ઈરાને વ્યાપારી જહાજો પર હુમલા કરતા અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી.

Donald Trump Iran Threat: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે હવે એક નવો અને અત્યંત ગંભીર વળાંક લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (8 જુલાઈ, 2026) એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ઈરાન તેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. ટ્રમ્પે ખુલ્લા શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાના ટોચના નેતાઓને નિશાન બનાવવાની ઈરાનની યાદીમાં તેમનું નામ સૌથી મોખરે છે.

અંકારા સમિટમાં ટ્રમ્પનો ઈરાન પર આકરો પ્રહાર

તુર્કીના અંકારામાં યોજાયેલી નાટો સમિટ 2026 દરમિયાન મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "તેઓ (ઈરાન) અમેરિકાના નેતા એટલે કે મને ખતમ કરવા માંગે છે. હું તેમની યાદીમાં ટોચ પર છું. અત્યાર સુધી હું નસીબદાર રહ્યો છું અને બચી ગયો છું, પરંતુ આ નસીબ લાંબો સમય સાથ નહીં આપે." ઈરાની નેતૃત્વ પ્રત્યે ભારે રોષ ઠાલવતા તેમણે ઉમેર્યું હતું કે, "તેઓ ખૂબ જ દુષ્ટ અને ખરાબ લોકો છે. આપણે બને તેટલી વહેલી તકે આ કેન્સરથી છુટકારો મેળવવાની સખત જરૂર છે."

અમેરિકા અને ઈરાન વચ્ચેના સમજૂતી કરાર (MoU)નો અંત

વાત માત્ર નિવેદનો પૂરતી સીમિત રહી નથી. આ જ ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચેના સમજૂતી કરાર (MoU) વિશે પણ મોટી જાહેરાત કરી દીધી છે. રાતોરાત ઈરાન પર થયેલા અમેરિકાના તાજેતરના હુમલાઓનો સંદર્ભ આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે, "આ હુમલાઓ બાદ હવે બંને દેશો વચ્ચેનો આ સમજૂતી કરાર કાયમ માટે સમાપ્ત થઈ ગયો છે."

આ પણ વાંચોઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

શું છે સમગ્ર વિવાદનું મૂળ?

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ આક્રમક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારે (7 જુલાઈ, 2026) યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાન સામે મોટી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતા અને નિર્દોષ ખલાસીઓને લઈ જતા વ્યાપારી જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા. આ કૃત્યની કડક સજા રૂપે અમેરિકી સેનાએ જવાબી કાર્યવાહી કરતા ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર ઈન્સ્ટોલેશન અને IRGC દ્વારા ઉપયોગમાં લેવાતા 60 થી વધુ નાના જહાજોને નિશાન બનાવીને તેનો ખાતમો બોલાવી દીધો હતો.

આ પણ વાંચોઃ ‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે શું દાવો કર્યો છે?

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાનની હત્યાની યાદીમાં ટોચ પર છે.

ટ્રમ્પે ઈરાન સામે આકરા પ્રહારો ક્યાં અને ક્યારે કર્યા?

ટ્રમ્પે 8 જુલાઈ, 2026 ના રોજ તુર્કીના અંકારામાં યોજાયેલી નાટો સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઈરાન પર આકરા પ્રહારો કર્યા હતા.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સમજૂતી કરાર શા માટે સમાપ્ત કરવામાં આવ્યો?

ટ્રમ્પે અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા તાજેતરના હુમલાઓનો સંદર્ભ આપતા સમજૂતી કરાર સમાપ્ત કરવાની જાહેરાત કરી. આ હુમલાઓ પછી બંને દેશો વચ્ચેનો કરાર કાયમ માટે સમાપ્ત થઈ ગયો છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી શા માટે કરી?

ઈરાન આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતા વ્યાપારી જહાજો પર સતત હુમલા કરી રહ્યું હતું. આ કૃત્યના જવાબમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે કાર્યવાહી કરી.

ટોપ સ્ટોરી

નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર

વિડિઓઝ

PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
Embed widget