શોધખોળ કરો

‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!

US Iran Conflict: 'આજે રાત્રે કદાચ મોટો હુમલો થશે', અમેરિકાની ખુલ્લી ચેતવણી સામે ઈરાનનો પણ વળતો પ્રહાર- 'એક પણ અમેરિકન સૈનિક જીવતો પાછો નહીં ફરે'.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા-ઈરાન તણાવ યુદ્ધની અણી પર; ટ્રમ્પની સીધા હુમલાની ધમકી.
  • નાટો સમિટમાં ટ્રમ્પે ઈરાની નેતાઓને 'પાગલ' કહ્યા, યુદ્ધવિરામ સમાપ્ત જાહેર.
  • ઈરાને અમેરિકાને જડબાતોડ જવાબ આપતા વળતો પડકાર ફેંક્યો.

US Iran Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે યુદ્ધની અણી પર પહોંચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી અને અત્યંત ખતરનાક ધમકી આપતા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકા ઈરાનના નાગરિક માળખા અને પાવર પ્લાન્ટ્સ પર સીધો હુમલો કરી શકે છે. આટલું જ નહીં, વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા ખાર્ગ ટાપુ પર કબજો જમાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. ટ્રમ્પની આ ચેતવણીએ મધ્ય પૂર્વના દેશોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

બુધવારે, 8 જુલાઈના રોજ અંકારામાં યોજાયેલી નાટો સમિટ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મુલાકાત પહેલાં જ ટ્રમ્પે આ વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. હુમલાનો ઈશારો કરતા તેમણે કહ્યું, "અમે ગઈકાલે રાત્રે તેમના પર ખૂબ જ જોરદાર હુમલો કર્યો હતો, અને કદાચ આજે રાત્રે પણ અમે તેમના પર વધુ એક મોટો અને ભયાનક હુમલો કરીશું." ટ્રમ્પે ઈરાન પર મધ્ય પૂર્વમાં દાદાગીરી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, હવે તેમની આ ગુંડાગીરી વધુ સમય નહીં ચાલે.

"આ લોકો પાગલ છે..." ટ્રમ્પે ઈરાની નેતાઓને લીધા આડેહાથ

વાટાઘાટોમાં ઈરાનના વારંવાર બદલાતા વલણથી સખત નારાજ ટ્રમ્પે ઈરાની નેતાઓ પર સીધો પ્રહાર કરતા તેમને 'પાગલ' ગણાવ્યા હતા. તેમણે કહ્યું, "આ લોકો પહેલાં બંધબારણે દરેક બાબતમાં સંમત થઈ જાય છે, અને પછી બહાર પ્રેસ કોન્ફરન્સમાં જઈને સાવ ફરી જાય છે અને કહે છે કે અમે તો આવી કોઈ વાત જ નથી કરી. આ લોકો પાગલ છે, તેમના મગજમાં કંઈક ગરબડ છે." આ સાથે જ ટ્રમ્પે સ્પષ્ટ જાહેરાત કરી દીધી કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ કરાર હવે ખતમ થઈ ગયો છે અને તેઓ ભવિષ્યમાં તેહરાન સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાટાઘાટો કરવા માંગતા નથી.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ વિવાદ: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, કહ્યું- આવું થશે તો વાતચીત કાયમ માટે બંધ...

ઈરાને પણ આપ્યો જડબાતોડ જવાબ

એક તરફ અમેરિકા હુમલાની તૈયારીઓ દર્શાવી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન પણ કોઈ કાળે ઝૂકવા તૈયાર નથી. ટ્રમ્પની આ આક્રમક ધમકીનો ઈરાને પણ જડબાતોડ અને લોહી ઉકાળી દે તેવો જવાબ આપ્યો છે. ઈરાનની વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ અમેરિકાને સીધો પડકાર ફેંકતા કહ્યું, "આવો, અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અમે વચન આપીએ છીએ કે જો તમે હુમલો કર્યો, તો તમારો એક પણ અમેરિકન સૈનિક જીવતો પાછો નહીં ફરે."

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીથી ભડક્યું ઈરાન: ઝુરિચ શાંતિ વાટાઘાટો અધવચ્ચે છોડી પ્રતિનિધિમંડળ રવાના

Frequently Asked Questions

અમેરિકા ઈરાન પર કયા સ્થળોએ હુમલો કરી શકે છે?

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નાગરિક માળખા, પાવર પ્લાન્ટ્સ અને વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર કબજો જમાવવાની ધમકી આપી છે.

ટ્રમ્પે ઈરાનના નેતાઓને 'પાગલ' શા માટે કહ્યા?

ટ્રમ્પ ઈરાનની વાટાઘાટોમાં વારંવાર બદલાતા વલણથી નારાજ હતા. તેમણે કહ્યું કે ઈરાની નેતાઓ પહેલા સંમત થાય છે અને પછી જાહેરમાં ફરી જાય છે.

ઈરાને અમેરિકાની ધમકીનો શું જવાબ આપ્યો?

ઈરાનની વિદેશ નીતિ સમિતિના પ્રવક્તાએ અમેરિકાને પડકાર ફેંક્યો કે જો હુમલો થશે તો એક પણ અમેરિકન સૈનિક જીવતો પાછો નહીં ફરે.

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરારનું શું થયું?

ટ્રમ્પે સ્પષ્ટ જાહેરાત કરી કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ કરાર હવે ખતમ થઈ ગયો છે. તેમણે ભવિષ્યમાં કોઈ શાંતિ વાટાઘાટો કરવાની ના પાડી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget