શોધખોળ કરો

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

US Iran War Tension: ટ્રમ્પે આપી ઈરાનને બરબાદ કરવાની ધમકી, તો ભારતે તેલ પુરવઠા અને નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન તણાવ પર ચિંતા વ્યક્ત કરી.
  • ભારત સંયમ, શાંતિપૂર્ણ ઉકેલ અને વેપાર માર્ગોની સુરક્ષા પર ભાર મૂકે.
  • યુએસ-ઈરાન વચ્ચે વળતા હુમલા; ટ્રમ્પે કડક ધમકી ઉચ્ચારી.
  • વિદેશ મંત્રી જયશંકરે કુવૈત સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ ચર્ચી.

US Iran War Tension: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. બંને દેશો વચ્ચે સતત વધી રહેલા તણાવ અને સૈન્ય હુમલાઓ વચ્ચે હવે ભારતે પોતાની પહેલી અને સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ સમગ્ર મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરતા તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીતથી શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે અપીલ કરી છે.

ભારતે શું કહ્યું અને કઈ બાબતો પર ચિંતા વ્યક્ત કરી?

ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પરથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓથી તણાવ ખૂબ વધી ગયો છે. આ ઘટનાઓ સમગ્ર પશ્ચિમ એશિયાની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે મોટો ખતરો છે.

ભારતે ખાસ અપીલ કરી છે કે:

નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે.

ક્રૂડ ઓઈલ (તેલ) અને ઉર્જાના સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તેનું ધ્યાન રખાય.

વેપારિક માર્ગોને સુરક્ષિત રાખવામાં આવે અને રાજદ્વારી વાતચીત દ્વારા કાયમી ઉકેલ શોધવામાં આવે.

અમેરિકા અને ઈરાન વચ્ચે સામસામી બોમ્બવર્ષા

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ છે. 8 જુલાઈના રોજ યુએસ સેન્ટકોમે દાવો કર્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવતા તેમણે ઈરાનના 80 જેટલા લશ્કરી થાણાઓ પર વળતો હુમલો કર્યો છે. સામે પક્ષે ઈરાન પણ ચૂપ બેઠું નથી. ઈરાને દાવો કર્યો છે કે તેમણે 85 અમેરિકી થાણાઓને નિશાન બનાવ્યા છે અને બહેરીનમાં આવેલા શેખ ઈસા એર બેઝ પર અમેરિકન દળો પર ડ્રોન હુમલો પણ કર્યો છે.

આ પણ વાંચોઃ ‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!

'આ લોકો પાગલ છે...': ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

આ બધા ઘમાસાણ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી અને ભયાનક ધમકી આપી છે. અંકારામાં નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે ઈરાની નેતાઓને 'પાગલ' ગણાવ્યા અને તેમના પર વારંવાર પોતાની વાતથી ફરી જવાનો આરોપ લગાવ્યો.

ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું, "અમે ગઈકાલે રાત્રે તેમના પર જોરદાર હુમલો કર્યો હતો અને કદાચ આજે રાત્રે પણ અમે ફરી મોટો હુમલો કરીશું." તેમણે ઈરાનના નાગરિક માળખા (સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પર હુમલો કરવાની અને મહત્ત્વના ખાર્ગ ટાપુ પર કબજો જમાવવાની પણ ચીમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો હવે માત્ર સમયનો બગાડ છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર એક્શનમાં

પશ્ચિમ એશિયામાં ઝડપથી બગડી રહેલી આ પરિસ્થિતિને જોતા ભારતે રાજદ્વારી સ્તરે પણ તૈયારીઓ શરૂ કરી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે 8 જુલાઈના રોજ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને પશ્ચિમ એશિયાના વર્તમાન સંકટ અંગે ગંભીર ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ ‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...

Frequently Asked Questions

અમેરિકા-ઈરાન તણાવ પર ભારતની શું પ્રતિક્રિયા છે?

ભારતે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી છે.

ભારતે કઈ બાબતો પર ચિંતા વ્યક્ત કરી છે?

ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પરના હુમલાઓ, નાગરિકોની સલામતી, ક્રૂડ ઓઈલ સપ્લાયમાં અવરોધ અને વેપારિક માર્ગોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં કયા સૈન્ય હુમલા થયા છે?

યુએસ સેન્ટકોમે ઈરાનના 80 લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો. ઈરાને 85 અમેરિકી થાણાઓને નિશાન બનાવ્યા અને બહેરીનમાં અમેરિકી દળો પર ડ્રોન હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન અંગે શું ધમકી આપી છે?

ટ્રમ્પે ઈરાની નેતાઓને 'પાગલ' ગણાવ્યા અને તેમના નાગરિક માળખા પર હુમલો કરવા તથા ખાર્ગ ટાપુ પર કબજો કરવાની ધમકી આપી છે. તેમણે શાંતિ વાટાઘાટોને સમયનો બગાડ ગણાવી છે.

ભારતે રાજદ્વારી સ્તરે શું પગલાં લીધા છે?

વિદેશ મંત્રી એસ. જયશંકરે 8 જુલાઈએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાના સંકટ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget