(Source: ECI/ABP News/ABP Majha)
રશિયામાં રિપોર્ટિંગ કરી રહી હતી રિપોર્ટર અને અચાનક માઇક્રોફોન લઇને ભાગ્યો કૂતરો, થયો આવો સીન, જુઓ વીડિયો
રશિયામાં રિપોર્ટિંગ દરમિયાન એક રિપોર્ટરનો માઇક્રોફોન કુતરો લઇને ભાગ્યો. આ રસપ્રદ ઘટના મોસ્કોમાં ત્યારે બની જ્યારે રિપોર્ટર લાઇવ હવામાનની માહિતી આપતી હતી.
મોસ્કો: રશિયામાં રિપોર્ટિંગ દરમિયાન રિપોર્ટરનો માઇક્રોફોન લઇને કુતરો ભાગી ગયો. જો કે રિપોર્ટર પાછળ દોડી અને તેને માઇક્રોફોન કૂતરાના મોંમાથી પરત લીધો હતો અને ત્યારબાદ ફરીથી તેનું રિપોર્ટિંગ શરૂ કર્યું હતું. આ ધટના ત્યારે બની જ્યારે રિપોર્ટર ટીવી ચેનલ પર લાઇવ આપી રહી હતી. જેના કારણે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે.
આ પ્રસારણના ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, મીર ટીવીની Nadezhda Serezhkina મોસ્કોના બહારના વિસ્તારમાં રિપોર્ટિગ કરી રહી છે. તે હવામાન વિશેનો અહેવાલ રજૂ કરી રહી હતી. આ સમય દરમિયાન લૈબ્રોડોર રિટ્રીવરએ છલાંગ લગાવી અને રિપોર્ટરના હાથમાંથી માઇક્રોફોન ઝૂંટવીને ભાગ્યો. આ ઘટના દરમિયાન સેરેજકિનાને ડોગને પકડવાની કોશિશ કરી. જે ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હાલ આ ઘટના જોરદાર રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
A dog in Russia grabbed the reporter's microphone and ran away during a live broadcast pic.twitter.com/R1T8VZ5Kpt
— Ali Özkök (@Ozkok_A) April 2, 2021
એન્કરે કહ્યું, રિપોર્ટરથી સંપર્ક તૂટી ગયો છે, ફરી સંપર્ક કરીશું
મીર ટીવીની એન્કર એલિનાએ સ્ટૂડિયોથી દર્શકોને કહ્યું કે.”એવું લાગી રહ્યું છે કે, રિપોર્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ફરી તેની સાથે જોડાવાની કોશિશ કરીશું’
થોડા સમય દરમિયાન માઇક્રોફોન લઇને પરત ફરી રિપોર્ટર
થોડા સમય બાદ સેરેજકિના માઇક્રોફોન લઇને પરત ફરી અને તેમણે કહ્યું કે, “કોઇપણ ઘાયલ નથી થયું, પરંતુ માઇક્રોફોનમાં એક બે કટ થઇ ગયા છે. જો કે આ ઘટનામાં એ સ્પષ્ટ નથી થયું કે, ડોગ અહીં અચાનક ક્યાંથી અને કેમ આવી ગયો. ઉલ્લેખનિય છે કે, રિપોર્ટિંગ દરમિયાન આ રીતે રિપોટર ડિસ્ટર્બ થયાની અનેક ઘટનાઓ સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.