આ દેશમાં લશ્કરે વટાવી ક્રૂરતાની તમામ હદ, સરકાર સામે વિરોધ કરતા 5 બાળકો સહિત 11 લોકોને જાહેરમાં જીવતા સળગાવી દીધા
મ્યાનમારમાં લશ્કરનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. અહીં સરકાર સામે વિરોધ કરતા 11 લોકોને લશ્કરે જીવતા સળગાવી દીધાનો એક વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે
મ્યાનમારમાં લશ્કરનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. અહીં સરકાર સામે વિરોધ કરતા 11 લોકોને લશ્કરે જીવતા સળગાવી દીધા. મ્યાંમારમાં ફેબુ્રઆરી માસમાં લશ્કરી બળવો થયા બાદ સૈન્યએ ક્રૂરતાની હદ પાર કરી છે. અહીં પ્રદર્શનકારીઓ સામે અમાનવીય ત્રાસ ગુજરાવમાં આવી રહ્યો છે. અહીં લશ્કરે દ્વારા સરકાર સામે પ્રદર્શન કરી રહેવા લોકો પર ભયંકર ત્રાસ આપતા લોકોના ટોળા પર ટ્રક ચલાવવામાં આવે છે તો તેના પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને મોતના ઘાટ ઉતારી દેવાઇ છે.
મ્યાંમારના સગાઈંગ પ્રાંતમાં લશ્કરે સરકાર સામે પ્રદર્શન કરી રહેલા 11 લોકોને જીવતા સળગાવી દીધાં છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની દુનિયાભરમાં આલોચનના થઇ રહી છે. આ 11 લોકોમાં 5 બાળકોના પણ સમાવેશ થાય છે. આ ઘટનાનો વીડિયો સામે આવતાં આગમાં તડપતાં લોકોને જોઇએ લોકો આ ઘટના પર અને લશ્કરીની ક્રૂરતા પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે લોકો પર થતાં અત્યાચારો બાબતે ચિંતા વ્યક્ત મ્યાંમારના સૈન્યને આવું અમાનવીય કૃત્ય ન કરવાની પણ તાકીદ કરી હતી. હ્મુમન રાઈટ્સ વોચડોગે આવો બર્બર હુકમ આપનારા મ્યાંમારના સૈન્ય અધિકારીઓ ઉપર યુએન પ્રતિબંધ મૂકે એવી માંગણી કરી છે. થોડા દિવસ પહેલા પ્રદર્શનકારીઓ પર ટ્રક ફેરવી દેવાયો હતો. જેમાં અનેક લોકો મોત સાથે કેટલાક લોક ઇજાગ્રસ્ત થયા હતા. આ વીડિયો સામે આવતા મ્યાનમારના લશ્કરી અધિકારી પર લોકો ફિટકારી વરસાવી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ આ અઠવાડિયે મ્યાનમારના લોકશાહી નેતા આંગ સાન સુ કી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિન મિન્ટ અને અન્યોને સજા સંભળાવવા મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. સુ કીને હિંસા માટે લોકોને ભડકાવવા અને COVID-19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો
ગુજરાતના આ યુવકની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, જાણો મૂળ ક્યાંનો છે ?
ખેડાઃ કઠલાલ-કપડવંજ રોડ પર ટેન્કર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત