Kuwait: કુવૈતમાં પ્રથમવાર શરૂ થયું હિંદીમાં રેડિયો પ્રસારણ, ભારતીય દૂતાવાસે કરી પ્રશંસા
Kuwait: ભારતીય દૂતાવાસે કહ્યું કે કુવૈત તરફથી લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે
Kuwait: કુવૈતમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM 96.3 પર દર રવિવારે હિન્દી કાર્યક્રમ શરૂ કરવા બદલ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
📻 Start of first ever Hindi Radio broadcast in Kuwait!
— India in Kuwait (@indembkwt) April 21, 2024
Embassy of India expresses appreciation to @MOInformation for starting a Hindi programme on Kuwait Radio on FM 93.3 and AM 96.3 on every Sunday (8.30-9 pm) starting 21 April 2024, a step that will further strengthen 🇮🇳🤝🇰🇼. pic.twitter.com/6F46I5uhX8
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે કુવૈતમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થયું! 21 એપ્રિલ 2024 થી દર રવિવારે (8:30 થી 9 PM) FM 93.3 અને AM 96.3 પર કુવૈત રેડિયો પર હિન્દી કાર્યક્રમ શરૂ કરવા માટે ભારતીય દૂતાવાસ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરે છે. આ પગલાથી ભારત-કુવૈત સંબંધો વધુ મજબૂત બનશે.
Amb @AdarshSwaika1 called on the Dy PM & Minister of Defence and Acting Minister of Interior H.E Sheikh Fahad Yousef Saud Al-Sabah. Amb thanked the Dy PM for the expatriate-friendly measures instituted during his tenure & apprised him of developments related to Indian community pic.twitter.com/o13gfco8st
— India in Kuwait (@indembkwt) April 17, 2024
ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે
નોંધનીય છે કે કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. તે દેશનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કુવૈતમાં ભારતીયોને પસંદગીનો સમુદાય માનવામાં આવે છે. ઇજનેરો, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વૈજ્ઞાનિકો, સોફ્ટવેર નિષ્ણાતો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ, ટેકનિશિયન અને નર્સો જેવા વ્યાવસાયિકો ઉપરાંત રિટેલર્સ અને બિઝનેસમેન પણ અહીં રહે છે.
ભારત લાંબા સમયથી કુવૈતનું વેપારી ભાગીદાર છે. 2021-2022માં બંને દેશોએ રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. 17 એપ્રિલના રોજ કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વાઇકાએ કુવૈતના નાયબ વડાપ્રધાન શેખ ફહદ યુસેફ સઉદ અલ સબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય રાજદૂતે કુવૈત દ્વારા શરૂ કરાયેલા પ્રવાસી અનુકુળ પગલાંની પણ પ્રશંસા કરી હતી. કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.