Imrankhan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને કોર્ટે આપ્યો મોટો ઝટકો, આ કેસમાં ફટકારી 14 વર્ષની જેલની સજા
Imrankhan જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે.

Imrankhan જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન અને તેની પત્નીને આ સજા આપવામાં આવી છે. આ કેસમાં, ઇમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે.
Former Pakistan prime minister Imran Khan, wife Bushra Bibi convicted in corruption case
— Press Trust of India (@PTI_News) January 17, 2025
Ary News ના અહેવાલ મુજબ, રાવલપિંડીની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી જેલમાં છે. આ કેસમાં ખાનની સાથે, તેમની પત્ની બુશરા બીબી અને છ અન્ય લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના જેમાંથી દેશની બહાર છે.
કોર્ટે ઇમરાન અને તેની પત્ની પર ૧૯ કરોડ પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. રાવલપિંડીની આદિયાલા જેલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે. આ કેસમાં, પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024 માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર થાય તે પહેલાં, તેને ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો.આ દરમિયાન, ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
આદિલા જેલમાં સ્થાપિત અસ્થાી કોર્ટમાં ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ આ ચુકાદો સંભળાવ્યો. આ નિર્ણય ત્રણ વાર મુલતવી રાખવામાં આવ્યો. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ ડિસેમ્બર 2023 માં ખાન અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો, જેમાં તેમના પર રાષ્ટ્રીય તિજોરીને 190 મિલિયન પાઉન્ડ (લગભગ 50 અબજ PAK) નું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કેસ અને આરોપો
અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ પાકિસ્તાનના ઇતિહાસમાં નાણાકીય ગેરરીતિના સૌથી મોટા કેસોમાંનો એક છે. આ કેસમાં, એવો આરોપ છે કે ઇમરાન ખાન અને તેમની પત્નીએ એક પ્રોપર્ટી ટાયકૂન સાથે મળીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો. જોકે, ઇમરાન ખાન અને બુશરા બીબી સિવાય, અન્ય આરોપીઓ દેશની બહાર છે, જેના કારણે ફક્ત ખાન અને બીબી સામે જ ટ્રાયલ ચાલુ છે.
પ્રતિક્રિયા અને રાજકીય પ્રભાવ
ઇમરાન ખાન પહેલા પણ ઘણા કાનૂની કેસોનો સામનો કરી ચૂક્યા છે, પરંતુ આ કેસ તેમની રાજકીય કારકિર્દી અને પ્રતિષ્ઠા માટે મોટો ફટકો છે.
આ પણ વાંચો...
Bollywood: શાહરુખ ખાનના ઘરમાં પણ એક વ્યક્તિએ ઘૂસવાની કરી કોશિશ, મન્નત પહોંચી પોલીસ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
