France News : આ દેશના યુવાઓને મફતમાં કોન્ડોમ વહેંચશે સરકાર, જાણો રાષ્ટ્રપતિએ કેમ આપ્યા આદેશ
મેક્રોને જાહેરાત કરી હતી કે, અનિચ્છનીય ગર્ભાવસ્થાની સમસ્યાને અટકાવવા માટે મફત કોન્ડોમ વિતરણ એ એક સામાન્ય ક્રાંતિ છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સની સરકાર 18 થી 25 વર્ષના યુવાનોને ફ્રી કોન્ડોમ આપશે.
Distribution Of Free Condom : દુનિયામાં અનિચ્છનીય ગર્ભાવસ્થાની ઘટનાઓ સતત વધી રહી છે. પરંતુ ફ્રાન્સની સરકારે તેનો ઉકેલ શોધી કાઢ્યો છે અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને લઈ મોટો નિર્ણય લીધો છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી હતી કે, તમામ યુવાનોને ફ્રી કોન્ડોમ પુરા પાડવામાં કરાવવામાં આવશે. જેથી કરીને દેશમાં અનિચ્છનીય ગર્ભાવસ્થાની સમસ્યાઓ ઘટશે.
મેક્રોને જાહેરાત કરી હતી કે, અનિચ્છનીય ગર્ભાવસ્થાની સમસ્યાને અટકાવવા માટે મફત કોન્ડોમ વિતરણ એ એક સામાન્ય ક્રાંતિ છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સની સરકાર 18 થી 25 વર્ષના યુવાનોને ફ્રી કોન્ડોમ આપશે. અહેવાલ અનુસાર ફ્રાન્સના સ્વાસ્થ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ફ્રાન્સમાં 2020 અને 2021માં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનો દર લગભગ 30% વધ્યો છે.
મેક્રોન સરકારે પણ મફત જન્મ નિયંત્રણ શરૂ કર્યું
2022માં ફ્રેન્ચ સરકારે મહિલાઓને ધ્યાનમાં રાખીને 18 થી 25 વર્ષની વયની તમામ મહિલાઓ માટે મફત જન્મ નિયંત્રણની યોજના પણ શરૂ કરી હતી. જો કે હવે તેઓએ અનિચ્છનીય ગર્ભાવસ્થાને નિયંત્રિત કરવા માટે યુવાનોને મફતમાં કોન્ડોમ વહેંચવાનું શરૂ કર્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર, મેક્રોનની સરકારે મફત જન્મ નિયંત્રણ યોજના એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરી હતી કે યુવાન મહિલાઓ ગર્ભનિરોધક લેવાનું બંધ ન કરે, કારણ કે ઘણી યુવતીઓને તે પરવડી શકે તેમ નથી.
HIV ઉપરાંત ફ્રાન્સમાં મફત STI ટેસ્ટ ઉપલબ્ધ થશે
એક અહેવાલ અનુસાર જ્યારે ફ્રાન્સની મેક્રોન સરકારે મહિલાઓ માટે મફત જન્મ નિયંત્રણની યોજના શરૂ કરી હતી ત્યારે સરકારે તેને 25 વર્ષની તમામ મહિલાઓ માટે ગર્ભનિરોધક મફત કરી દીધી હતી. જોકે તેની અસર 30 લાખ મહિલાઓ પર જોવા મળી હતી. જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોને પણ ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, ફ્રી કોન્ડોમની સાથે અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પણ યથાવત રહેશે. જેમાં ફાર્મસીઓમાં તમામ મહિલાઓ માટે મફત ઈમરજન્સી પ્રેગ્નેંસી કંટ્રોલ અને HIV ઉપરાંત 26 વર્ષથી ઓછી વયની મહિલાઓ માટે મફત STI તપાસ પણ કરવામાં આવશે.
G20 સમિટનો આજે બીજો દિવસઃ બાલીમાં PM મોદી કરશે ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિત આઠ દેશો સાથે દ્ધિપક્ષીય મુલાકાત
G-20 Summit In Bali: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન બુધવારે આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, સ્પેન, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની, ઈટાલી, ઓસ્ટ્રેલિયા અને યુનાઈટેડ કિંગડમના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દેશો સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાં આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતી પર સહમત થવાની શક્યતા છે.