શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
G 20માં મોદી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે કર્યું ટ્વિટ, કહ્યું- ભારત અમેરિકન વસ્તુઓ પરથી હટાવે ટેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
બંને નેતાઓની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વસ્તુઓ પર ભારત તરફથી નાખવામાં આવેલા ભારે ટેક્સને લઈને એક ટ્વિટ કર્યું છે. ટ્રમ્પે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે, "ભારતે વર્ષોથી અમેરિકાની વસ્તુઓ પર ભારે ટેક્સ લાદી રાખ્યો છે. એટલું જ નહીં તાજેતરમાં પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હું આ અંગે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કરવાની ઈચ્છુક છું. આ અસ્વીકાર્ય છે. અમેરિકાની વસ્તુઓ પરનો ટેક્સ વધારો પાછો ખેંચવો જ જોઈએ."
G20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા PM, લાગ્યા મોદી-મોદીના નારા ચંદીગઢમાં યુવતીએ ભર બજારે યુવકને સળિયાથી ફટકાર્યો, લોકો બનાવતાં રહ્યા વીડિયો પાકિસ્તાની ખેલાડીએ તોડ્યો ‘ગુરુ’ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, વિવિયન રિચર્ડ્સ-ધવનને પણ રાખ્યા પાછળ, જાણો વિગતUSA President Donald Trump: I look forward to speaking with Prime Minister Modi about the fact that India, for years having put very high tariffs against the United States, just recently increased the tariffs even further. This is unacceptable and the tariffs must be withdrawn! https://t.co/BMwPD0PCMP
— ANI (@ANI) June 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion