શોધખોળ કરો

G20 સમિટનો આજે બીજો દિવસઃ બાલીમાં PM મોદી કરશે ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિત આઠ દેશો સાથે દ્ધિપક્ષીય મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન બુધવારે આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

G-20 Summit In Bali: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન બુધવારે આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, સ્પેન, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની, ઈટાલી, ઓસ્ટ્રેલિયા અને યુનાઈટેડ કિંગડમના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દેશો સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાં આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતી પર સહમત થવાની શક્યતા છે.

વહેલી સવારે પીએમ મોદીએ જી-20 નેતાઓ સાથે ઈન્ડોનેશિયાના બાલી સ્થિત મેન્ગ્રોવ ફોરેસ્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જી-20ના તમામ નેતાઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી પીએમ મોદીએ 8 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યાથી G20 સમિટના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેશનમાં ભાગ લેશે. ઇન્ડોનેશિયા બપોરે 12:30 વાગ્યે ભારતને G20 અધ્યક્ષપદ સોંપશે. આ પછી પીએમ મોદી તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદી સાંજે 4.15 કલાકે બાલીથી દિલ્હી જવા રવાના થશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત

આ પહેલા મંગળવારે (15 નવેમ્બર) PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે G-20 સમિટ દરમિયાન આયોજિત ડિનર ટેબલ પર મુલાકાત અને વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે માત્ર એક સૌજન્ય કૉલ હતો. આ બેઠકમાં સામાન્ય સૌજન્યના વિષય પર જ ચર્ચા થઈ હતી. ચીનમાં તેમનો ત્રીજો કાર્યકાળ શરૂ કર્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ પ્રથમ વિદેશ યાત્રા હતી. ઉપરાંત, 24 મહિના પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.

વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી

જી-20 સમિટના પહેલા દિવસે પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક G20 કોન્ફરન્સ દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. સુનકે હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. 

G-20એ રશિયાના વલણની સખત નિંદા કરી

મંગળવારે (15 નવેમ્બર) G-20 જૂથ વતી એક નિવેદન જાહેર કરીને રશિયાની આક્રમકતાની સખત નિંદા કરવામાં આવી હતી. નિવેદનમાં યુક્રેનના પ્રદેશોમાંથી રશિયાને સંપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ખસી જવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનને લઈને રશિયા સામેના પ્રતિબંધોને લઈને અલગ-અલગ દેશોના અલગ-અલગ વિચારો છે. જો કે, G-20 નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે સુરક્ષા મુદ્દાઓને ઉકેલવા માટેનું મંચ નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને G-20 સમિટમાં ભાગ લીધો નથી.

ભારતને G-20નું પ્રમુખપદ મળશે

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બાલી સમિટના સમાપન સમારોહમાં ભારતને G-20 અધ્યક્ષપદ સોંપશે. ભારત સત્તાવાર રીતે 1 ડિસેમ્બર 2022 થી G-20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે. આ પછી, ભારત 2023 માં યોજાનારી G-20 સમિટની યજમાની કરશે.

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
Embed widget