શોધખોળ કરો

World News: ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં કેટલા હિન્દુઓના મોત થયા,થયો મોટો ખુલાસો

World News: છેલ્લા બે મહિનામાં (૨૬ નવેમ્બર, ૨૦૨૪ થી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી) બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના ૭૬ બનાવો બન્યા છે.

Hindu in Bangladesh: સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ઓગસ્ટથી, બાંગ્લાદેશમાં 23 હિન્દુઓના મોત થયા છે અને હિન્દુ મંદિરો પર હુમલાના 152 બનાવો નોંધાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે "છેલ્લા બે મહિનામાં (26 નવેમ્બર 2024 થી 25 જાન્યુઆરી 2025 સુધી) બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હુમલાની 76 ઘટનાઓ બની છે."

પોતાના જવાબમાં તેમણે કહ્યું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં 23 હિન્દુઓના મોત અને હિન્દુ મંદિરો પર હુમલાના 152 બનાવો બન્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓની નોંધ લીધી છે અને બાંગ્લાદેશ સરકાર સાથે પોતાની ચિંતાઓ શેર કરી છે.

ભારતે બાંગ્લાદેશના કાર્યકારી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યા

ભારતે શુક્રવારે બાંગ્લાદેશના કાર્યકારી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યું હતું અને બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા તેમના દેશના આંતરિક શાસનના મુદ્દાઓ માટે નવી દિલ્હીને દોષી ઠેરવીને "ભારતનું નકારાત્મક ચિત્રણ" કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે ઇસ્લામને બોલાવવા અંગે મીડિયાના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકાર પરસ્પર ફાયદાકારક સંબંધ માટે પ્રયત્નશીલ રહેશે અને "અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશ પણ વાતાવરણ ખરાબ કર્યા વિના સમાન પ્રયાસો કરશે."

તેમણે કહ્યું, "વિદેશ મંત્રાલયે ભારતમાં બાંગ્લાદેશના કાર્યકારી ઉચ્ચાયુક્ત મોહમ્મદ નુરલ ઇસ્લામને આજે એટલે કે 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ સાંજે 5 વાગ્યે 'સાઉથ બ્લોક' ખાતે બોલાવ્યા."

બાંગ્લાદેશે ભારતને ફરિયાદ કરી

બાંગ્લાદેશને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા યુનુસ સરકાર પર કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓ પસંદ આવી નથી. ઢાકાએ નવી દિલ્હીને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને દેશમાં હોય ત્યારે "ખોટી અને બનાવટી" ટિપ્પણીઓ કરવાથી રોકવા જણાવ્યું છે. ઓગસ્ટમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ હસીનાને સત્તા છોડવી પડી અને તે ભારત આવી.

બુધવારે એક ઓનલાઈન સંબોધનમાં, હસીનાએ તેમના સમર્થકોને બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સામે ઉભા થવા હાકલ કરી અને તેના પર ગેરબંધારણીય રીતે સત્તા કબજે કરવાનો આરોપ લગાવ્યો.

હસીનાના સંબોધન પહેલાં જ, હજારો વિરોધીઓએ તેમના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક નેતા મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડ્યું અને આગ લગાવી દીધી. હસીનાના ભાષણ પછી પણ હિંસા ચાલુ રહી.

મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતના કાર્યકારી ઉચ્ચાયુક્તને એક વિરોધ પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમની ટિપ્પણીઓ પર "ઊંડી ચિંતા, નિરાશા અને ગંભીર વાંધો" વ્યક્ત કરવામાં આવ્યો હતો.

"મંત્રાલય ભારતને વિનંતી કરે છે કે તેઓ પરસ્પર આદર અને સમજણની ભાવનામાં આવા ખોટા, બનાવટી અને ઉશ્કેરણીજનક નિવેદનો કરવાથી રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લે," મંત્રાલયે જણાવ્યું.

ભારતે શેખ મુજીબુરના ઘરને સળગાવવાની ઘટનાની સખત નિંદા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રહેમાનના ઘરમાં કરવામાં આવેલી તોડફોડની નિંદા કરી અને તેને "બર્બરતાનું કૃત્ય" ગણાવ્યું.

આ પણ વાંચો...

AAP કે BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
Embed widget