શોધખોળ કરો
Advertisement
હાઉડી કાર્યક્રમમાં લાગ્યા નારા- ‘રામ લલા હમ આએંગે, મંદિર વહીં બનાયેંગે’
કાર્યક્રમ પહેલા એનઆરજી સ્ટેડિયમમાં પહેલા મોદી મોદી અને વંદે માતરમનાં નારા લાગ્યા હતા.
નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો સામેલ થયા હતા, જેને પીએમ મોદીએ સંબંધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ પહેલા એનઆરજી સ્ટેડિયમમાં પહેલા મોદી મોદી અને વંદે માતરમનાં નારા લાગ્યા હતા. ત્યારબાદ સમારોહ સ્થળ પર જય શ્રી રામનાં નારા ગુંજ્યા હતા. એનઆરજી સ્ટેડિયમમાં લોકોએ જય શ્રી રામનાં નારા લગાવતા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો. સ્ટેડિયમાં લોકો નારાઓ લગાવી રહ્યા હતા, ‘એક હી નારા એક હી નામ… જય શ્રી રામ…જય શ્રી રામ. રામ લલા હમ આયેંગે…મંદિર વહી બનાયેંગે.’
હાઉડી મોદી કાર્યક્રમમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી પહોંચ્યા તો લોકોએ ઢોલ અને નગારા વગાડ્યા અને નૃત્ય કર્યું હતુ. હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીને અને ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા માટે ભારતીય સમુદાયનાં લોકો પારંપરિક વેશભૂષામાં જોવા મળ્યા. સમારોહ સ્થળ પર જશ્ન અને ઉત્સાહનો એવો માહોલ હતો કે ત્યાં પહોંચનારા લોકોએ નાચી રહ્યા હતા અને ‘મોદી મોદી’નાં નારા લગાવી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement