(Source: ECI/ABP News/ABP Majha)
Hurricane Milton: અમેરિકાના ફ્લોરિડા સાથે ટકરાયું મિલ્ટન તોફાન, 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 10નાં મોત
Hurricane Milton: અમેરિકામાં તોફાન મિલ્ટને તબાહી મચાવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ફ્લોરિડામાં જોવા મળી રહી છે
Hurricane Milton: અમેરિકામાં તોફાન મિલ્ટને તબાહી મચાવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ફ્લોરિડામાં જોવા મળી રહી છે. બુધવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ (EDT) વાવાઝોડું ફ્લોરિડા સાથે ટકરાયુ હતું. ભયંકર પવન અને પૂર જેવા વરસાદ સાથે મિલ્ટન એ જ કિનારે ટકરાયું હતું જ્યાં થોડા અઠવાડિયા પહેલા તોફાન હેલેનાએ તબાહી મચાવી હતી. તોફાન મિલ્ટનના કારણે અમેરિકામાં 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તોફાન મિલ્ટનના કારણે 10 લોકોના મોત થયા હતા.
#BREAKING Hurricane Milton leaves at least 10 dead in US: official pic.twitter.com/VbRKsqiucC
— AFP News Agency (@AFP) October 10, 2024
તોફાન મિલ્ટન સારાસોટા કાઉન્ટીમાં ટકરાયું
મિયામી સ્થિત નેશનલ હરિકેન સેન્ટર (NHC) એ તેના પ્રથમ બુલેટિનમાં જણાવ્યું હતું કે "ડોપ્લર રડાર ડેટા પરથી સંકેત મળે છે કે તોફાન મિલ્ટનનું કેન્દ્ર ફ્લોરિડાના પશ્ચિમ કિનારે સારાસોટા કાઉન્ટીમાં સિએસ્ટા કી નજીક છે. NHC એ વધુમાં જણાવ્યું હતું કે તોફાન ટકરાયું ત્યારે સતત પવન 120 માઇલ પ્રતિ કલાક (205 કિમી પ્રતિ કલાક) ફૂંકાઇ રહ્યો હતો.
Hurricane Milton sent tornadoes spinning as it ripped across Florida, killing at least 10 people.
— AFP News Agency (@AFP) October 11, 2024
Milton tore across the state before roaring into the Atlantic, leaving behind damaged buildings, flooded roads and millions without powerhttps://t.co/hSRgrYR3V3 pic.twitter.com/lbsmEEHu2x
સેંકડો મકાનો ધરાશાયી, લોકો પરેશાન
ધ એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં ફ્લોરિડા ડિવિઝન ઑફ ઇમરજન્સી મેનેજમેન્ટના ડિરેક્ટર કેવિન ગુથરીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું કિનારે આવે તે પહેલાં લગભગ 125 ઘરો નાશ પામ્યા હતા. તેમાંથી ઘણા વરિષ્ઠ નાગરિકો માટે મોબાઈલ હોમ હતા. ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું કે તે ખૂબ મોડું થઈ ગયું છે અને તોફાન ખૂબ જોખમી હતું. તેમણે લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ પણ કરી હતી.
ફ્લોરિડામાં ઘણા એરપોર્ટ બંધ છે
વાવાઝોડાને કારણે ટેમ્પા અને સારાસોટાના એરપોર્ટને આગલી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સેન્ટ પીટર્સબર્ગમાં ટામ્પા બે રેઝ બેઝબોલ ટીમનું ઘર ટ્રોપિકાના ફિલ્ડને તોફાનથી ખરાબ રીતે નુકસાન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડામાં ઘણી ક્રેન્સ પણ પડી હતી. સેન્ટ પીટર્સબર્ગના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે તેમના ઘરોમાં નળમાંથી પાણી આવી રહ્યું નથી કારણ કે શહેરની પાણીની મુખ્ય લાઇન તૂટી ગઇ છે.
મિલ્ટનના કારણે અંધારપટ છવાયો
મિલ્ટન તોફાન ટકરાયું તે સાથે જ સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જેના કારણે ફ્લોરિડાના અંદાજે 30 લાખ રહેવાસીઓ અંધકારમાં ડૂબી ગયા હતા. યુટિલિટી રિપોર્ટને ટ્રેક કરનારી poweroutage.usના જણાવ્યા અનુસાર, વાવાઝોડાથી ફ્લોરિડાના મોટાભાગના વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ ગઇ હતી. ગુરુવાર સવાર સુધીમાં 2.8 મિલિયનથી વધુ ઘરો અને વ્યવસાયોમાં પાવર કટ થઇ ગયો હતો.