US Illegal Migrants: ગેરકાયદે અમેરિકામાં ઘુસેલા લોકોનું આવી બનશે,વિમાનોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે સરહદ પાર
US Illegal Migrants: વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ લશ્કરી વિમાનમાં સવાર જોવા મળે છે.

US Illegal Migrants: અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેમને લશ્કરી વિમાનોમાં ભરીને સરહદ પાર લઈ જવામાં આવી રહ્યા છે. આવી જ એક ફ્લાઇટની તસવીર વ્હાઇટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરવામાં આવી છે.
શપથ લીધા પછી તરત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો આદેશ પણ શામેલ હતો. હવે વહીવટીતંત્રે તેના નવા રાષ્ટ્રપતિના આ આદેશનો અમલ કર્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવામાં આવી રહ્યા છે, પકડી લેવામાં આવી રહ્યા છે અને પછી તેમને યુએસ સરહદની બહાર છોડી દેવામાં આવી રહ્યા છે.
Just as he promised, President Trump is sending a strong message to the world: those who enter the United States illegally will face serious consequences. pic.twitter.com/yqgtF1RX6K
— The White House (@WhiteHouse) January 24, 2025
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી વચનોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમના સમગ્ર પ્રચાર દરમ્યાન, તેઓ વારંવાર કહેતા રહ્યા કે તેઓ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને યુએસ સરહદની બહાર મોકલી દેશે. હવે જ્યારે તેમનો નિર્ણય અમલમાં મુકાઈ રહ્યો છે, ત્યારે વ્હાઇટ હાઉસે તેની પોસ્ટમાં તસવીર સાથે લખ્યું છે કે, 'વચન આપવામાં આવ્યા હતા, વચનો પાળવામાં આવ્યા.' પોસ્ટમાં લખ્યું છે કે, 'વચન મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુનિયાને સંદેશ આપ્યો છે કે જે કોઈ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.'
પહેલા દિવસે ૧૬૦ ગેરકાયદેસર પ્રવાસીઓને કરનારાઓને દેશનિકાલ કરાયા
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવેલા જોવા મળે છે. તેઓ એક લાઈનમાં ઉભા છે અને લશ્કરી વિમાન C17 તરફ આગળ વધી રહ્યા છે. પહેલા દિવસે આવી બે ફ્લાઇટ્સ રવાના થઈ. બંનેમાં 80 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈ જવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ્સ અમેરિકાના પડોશી દેશ ગ્વાટેમાલા ગઈ હતી.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું, 'ગ્વાટેમાલા અને યુએસ ગેરકાયદેસર સ્થળાંતરને સંપૂર્ણપણે નાબૂદ કરવા અને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.' તેની શરૂઆત આજે બે ફ્લાઇટ્સથી થઈ છે.
આ પણ વાંચો...
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે

