Imran Khan Arrested: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં બબાલ, સરકારે યુટ્યૂબ, ફેસબુક, ટ્વિટર પર લગાવ્યો પ્રતિબંધ
ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સમગ્ર પાકિસ્તાનમાં વણસી રહી છે.
Imran Khan Arrested: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે)ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સમગ્ર પાકિસ્તાનમાં વણસી રહી છે. ઈમરાન ખાનના સમર્થકો ઠેર-ઠેર આગ લગાવી રહ્યા છે. લાહોરમાં તેમના સમર્થકોએ આર્મી કમાન્ડર કૌરનું ઘર સળગાવી દીધું અને પેશાવરમાં રેડિયો સ્ટેશનને પણ આગ લગાવી દીધી.
ઈમરાનના સમર્થકો રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનની વર્તમાન સ્થિતિએ વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે. ભારત પાડોશી દેશ પર પણ નજર રાખી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઈસ્લામાબાદમાં રાજદ્વારી મિશન અને ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે.
પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ બંધ
પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં બબાલ મચી છે. દેખાવકારોએ રોડ રસ્તા ચક્કજામ કર્યા અને આગંચંપી કરી. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસ છોડ્યા. આ પૃષ્ઠભૂમિમાં, ઘણી સ્થાનિક મીડિયા ચેનલોએ કહ્યું કે સોશિયલ મીડિયા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ટ્વિટર, ફેસબુક અને યુટ્યૂબ બંધ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ છે.
ઈસ્લામાબાદમાં 5 અધિકારીઓ ઘાયલ, 43ની ધરપકડ
ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું હતું કે રાજધાની શહેરમાં દેખાવો દરમિયાન પાંચ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે કાયદાના ઉલ્લંઘન બદલ 43 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સેનાએ બેકાબૂ ભીડ પર ગોળીબાર કર્યો
ઈમરાન ખાનની ધરપકડ બાદ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પાસે બેકાબૂ ભીડ પર સેનાએ ગોળીબાર કર્યો. ક્વેટામાં પીટીઆઈના એક કાર્યકર પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અનેક લોકોના જાનહાનિના સમાચાર છે.
In the fast-developing Pakistani scene, the abduction of #ImranKhan is considered an irresponsible and unjustified act that would cause chaos in the country, which seems to have already begun..
— د.عـبدالله العـمـادي (@Abdulla_Alamadi) May 9, 2023
Who bears responsibility for what will happen in the coming days? pic.twitter.com/BsjCDE0iS0
શાહ મહેમૂદ કુરેશીએ શાંતિપૂર્ણ વિરોધની અપીલ કરી
પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાનની ધરપકડ બાદ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પાર્ટીના આહ્વાનને પુનરોચ્ચાર કર્યો છે. કુરેશીએ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવા અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરી. તેણે કહ્યું કે તે ઈસ્લામાબાદ જઈ રહ્યો છે.
ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે
પૂર્વ પીએમ ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટનો સમય આજે પૂરો થઈ જતાં કાર્યવાહી થઈ શકી નહોતી. હાલમાં ઈમરાન ખાન NABની કસ્ટડીમાં છે. પાકિસ્તાનના ઘણા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.