યુક્રેનના બાળકોની મદદે આવ્યો ટેનિસ સ્ટાર રોજર ફેડરર, કરોડો રૂપિયાના દાનની કરી જાહેરાત
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસર કેટલી ભયંકર થઈ તે આંકડા જાણીને સમજી શકાય છે. આ અંગે યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર, યુક્રેનના લગભગ 30 લાખ એટલે કે 7% લોકોએ દેશ છોડી દીધો છે
Russia Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસર કેટલી ભયંકર થઈ તે આંકડા જાણીને સમજી શકાય છે. આ અંગે યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર, યુક્રેનના લગભગ 30 લાખ એટલે કે 7% લોકોએ દેશ છોડી દીધો છે. તો બીજી તરફ, એક અંદાજ મુજબ, યુક્રેનમાં રહેતા અને વિસ્થાપિત લોકોમાં 60 લાખ એવા બાળકો છે જેઓ શાળાથી દૂર થઈ ચૂક્યા છે. હવે ટેનિસ સ્ટાર રોજર ફેડરર આવા બાળકોની મદદ માટે આગળ આવ્યો છે. તેમના ફાઉન્ડેશને આ બાળકોને મદદ કરવા માટે 3.8 કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે. રોજર ફેડરરે એક ટ્વીટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી.
🕊💙💛 pic.twitter.com/HEwb5NGREu
— Roger Federer (@rogerfederer) March 18, 2022
ફેડરરે કહ્યું કે, હું અને મારો પરિવાર યુક્રનેની તસવીરો જોઈને ડરી ગયા છીએ. નિર્દોશ લોકો આ રીતે પ્રભાવિત થાય છે ત્યારે દિલ તૂટી જાય છે. અમે અહિંયા શાંતિ માટે ઉભા છીએ. અમે યુક્રેનના તે બાળકોની મદદ કરીશું જેમની સારસંભાળની જરૂર છે. તેમણે આગળ લખ્યું કે, અંદાજે 60 લાખ યુક્રેની બાળકો શાળાએ નથી જઈ શકતા. અમે એ પણ જાણીએ છીએ કે આ બાળકોને શિક્ષણ આપવાનો સમય પણ ખરાબ છે. એવી સ્થિતિમાં અમે રોજર ફેડરર ફાઉન્ડેશનના માધ્યમથી યુદ્ધ પ્રભાવિત બાળકો માટે 3.8 કરોડ રૂપિયાનું દાન કરીશું જેથી આ બાળકો શિક્ષણથી વંચીત ન રહે.
નોંધનિય છે કે, રોજર ફેડરર પહેલા બ્રિટિશ ટેનિસ ખેલાડી એન્ડી મરે પણ આ બાળકોની મદદ માટે આગળ આવ્યો હતો. મરેએ 2022માં જીતેલી તમામ પ્રાઈઝ મની યુક્રેનના બાળકોની મદદ માટે દાનમાં આપી દીધી હતી.તમને જણાવી દઈએ કે એન્ડી મરે યૂનાઈટેડ કિંગડમમાં યૂનિસેફનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
તો બીજી તરફ રશિયાની લાખ કોશીશ છતા તે યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શક્યું નથી. જેનાથી ગુસ્સે થયેલી રુસી સેના હવે ઘાતક હથિયારોનો ઉપયોગ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધમાં પહેલીવાર હાઈપરોસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. આ હાઈપરસોનિક મિસાઈલનું નામ કિંઝલ કે ડૈગર (Kinzhal Missile) છે. આ અંગે મોસ્કોનો દાવો છે કે તે મિસાઈલ દુનિયાની સૌથી ઘાતક મિસાઈલ છે. જો એકવાર તે લોન્ચ થઈ જાય તો દુનિયાની કોઈ એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી.
યુક્રેનનું હથિયારોનું ગોડાઉન ધ્વસ્ત થયું
સામે આવેલી વિગતો અનુસાર આ મિસાઈલએ હથિયારોના ગોડાઉનને ટાર્ગેટ કર્યું હતું. આ ગોડાઉન vano-Frankivsk નામના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડમાં આવેલું છે. યુક્રેને આ ગોડાઉનમાં મોટી માત્રામાં હથિયારો અને ગોળા બારુદ રાખ્યા હતા. રશિયાની ગુપ્તચર એજન્સીને આ અંગે માહિતી મળી હતી ત્યાર બાદ સેનાએ આ હુમલો કર્યો હતો. આ મિસાઈલ કેટલી ઘાતક છે તેનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે તેની સ્પીડ અવાજની ગતિથી 10 ગણી વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ તેને હવામાંથી નીચે પાડી શકતી નથી. પુતિન આ મિસાઈલને રશિયા માટે એક આદર્શ હથિયાર માને છે.