શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ ટેરરિસ્તાન સાથે નહીઃ વિદેશ મંત્રી જયશંકર
ચીનને લઇને જયશંકરે કહ્યું કે, ચીનની તમામ આશંકાઓનું સમાધાન મેં પોતે મારા ચીન પ્રવાસ દરમિયાન કર્યું હતું
નવી દિલ્હીઃ પાકિસ્તાનને આતંકવાદનું જનક ગણાવતા વિદેશ મંત્રી એસ જયશંકરે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર ભારતનો પક્ષ મુક્યો હતો. કાશ્મીરમાં માનવાધિકારનો ભંગ થતો હોવાની વાતો કરનારા પાકિસ્તાનને અરીસો બતાવતા વિદેશમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકીઓને આશરો આપનારો દેશ છે. પાકિસ્તાન સાથે વાતચીત કરી શકાય છે પરંતુ ટેરરિસ્તાન સાથે નહીં. ચીનને લઇને જયશંકરે કહ્યું કે, ચીનની તમામ આશંકાઓનું સમાધાન મેં પોતે મારા ચીન પ્રવાસ દરમિયાન કર્યું હતું.
વિદેશ મંત્રીએ પાકિસ્તાનના તમામ આરોપોનો સખ્ત શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મને લાગે છે કે પાકિસ્તાન એક એવો દેશ છે જેણે કાશ્મીર સમસ્યાને વધારવા માટે આતંકની ફેક્ટરીને જન્મ આપ્યો છે. ભારતને પાકિસ્તાન સાથે નહી પરંતુ તેના ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા છે. જયશંકરે ન્યૂયોર્કમાં સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટી તરફથી આયોજીત એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનને હવે લાગે છે કે જો આ નીતિ સફળ થઇ જાય છે તો 70 વર્ષનું તેનું રોકાણને નુકસાન થશે. આજે તેની પ્રતિક્રિયા અનેક રૂપોમાં ગુસ્સો, નિરાશાના રૂપે સામે આવતી રહે છે કારણ કે તમે લાંબા સમય સુધી આતંકવાદનો ઉદ્યોગ ઉભો કર્યો છે.
પાકિસ્તાન શું કરશે તેના પર તેમણે કહ્યું કે,આ કાશ્મીરનો મુદ્દો નથી. આ કાશ્મીર જ નહી પરંતુ તેનાથી મોટો મુદ્દો છે. પાકિસ્તાને સ્વીકારવું જોઇએ કે તેણે જે મોડલ પોતાના માટે બનાવ્યું છે તે લાંબા સમય સુધી કામ કરશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement