શોધખોળ કરો

Exclusive: ભારતે ફિલિપાઇન્સને સોંપી બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ

Brahmos Missile:ભારતે શુક્રવારે (19 એપ્રિલ) ફિલિપાઇન્સને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેચ ડિલીવર કરી દીધી છે.

ફોટોઃ આશિષ કુમાર સિંહ

Brahmos Missile: ભારતે શુક્રવારે (19 એપ્રિલ) ફિલિપાઇન્સને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેચ ડિલીવર કરી દીધી છે. દેશની સંરક્ષણ નિકાસમાં આને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. ABP ન્યૂઝ પાસે બ્રહ્મોસ મિસાઈલની નિકાસની એક્સક્લૂસિવ તસવીરો છે. જેમાં જોઇ શકાય છે કે એરફોર્સે ફિલિપાઈન્સને ખાસ એરક્રાફ્ટ દ્વારા મિસાઈલો પહોંચાડી છે. આ દરમિયાન ભારત અને ફિલિપાઈન્સના અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.

ફિલિપાઈન્સને ભારત પાસેથી એવા સમયે ક્રૂઝ મિસાઈલ મળી છે જ્યારે તેનો ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ અને ચીનની નૌકાદળ દરરોજ સામસામે આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલિપાઇન્સ આ મિસાઇલોને ચીન તરફ તૈનાત કરી શકે છે, જેથી તે ચીનની સેનાથી પોતાને બચાવી શકે. બે વર્ષ પહેલા ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે ક્રુઝ મિસાઈલ માટેનો સોદો થયો હતો. આ ડીલ 375 મિલિયન ડોલર (લગભગ 3000 કરોડ રૂપિયા)ની હતી.

Exclusive: ભારતે ફિલિપાઇન્સને સોંપી બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ

(ભારતીય અધિકારીઓ અને ફિલિપાઇન્સ મરીન કોર્પ્સના જવાનો)

વાયુસેનાનું ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ મિસાઇલો સાથે ફિલિપાઇન્સ પહોંચ્યું

ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટ શુક્રવારે બ્રહ્મોસ મિસાઇલના પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે ફિલિપાઇન્સ પહોંચ્યું હતું. ભારતીય ટીમમાં એરફોર્સ, નેવી અને બ્રહ્મોસ મિસાઈલની ટીમ સામેલ હતી, જે ડિલિવરી માટે આ એશિયાઈ દેશમાં પહોંચી હતી. આ મિસાઇલો ફિલિપાઇન્સ મરીન કોર્પ્સને સોંપવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય ટીમમાં સામેલ અધિકારીઓએ ફિલિપાઈન્સ મરીન કોર્પ્સના સૈનિકોને મિસાઈલ પ્રાપ્ત કરવા બદલ તેમને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતની સંરક્ષણ નિકાસ એક વર્ષમાં 32.5 ટકા વધારો

ભારતની સંરક્ષણ નિકાસ દર વર્ષે વધી રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે 2.63 બિલિયન ડોલર એટલે કે  21,083 કરોડ રૂપિયાના શસ્ત્રો અને સંરક્ષણ સાધનોની વિદેશી દેશોમાં નિકાસ કરી હતી. ગયા વર્ષની સરખામણીમાં 32.5 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની સંરક્ષણ નિકાસમાં ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ નિકાસ 31 ગણી વધી છે.                                                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Embed widget