શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કરતારપુર કોરિડોરઃ પાકિસ્તાન સાથે 23 ઓક્ટોબરે એગ્રીમેન્ટ કરશે ભારત
ભારતના વિરોધ છતાં પાકિસ્તાન ભારતીય મુસાફરો પાસેથી 20 ડોલરની ફી લેવાની જીદ કરી રહ્યું છે
નવી દિલ્હીઃ ભારત કરતારપુર સાહિબ કોરિડોર પર એગ્રીમેન્ટ સાઇન કરવા માટે રાજી થઇ ગયું છે. બંન્ને દેશો વચ્ચે આ એગ્રીમેન્ટ 23 ઓક્ટોબરના રોજ સાઇન કરશે. ભારતના વિરોધ છતાં પાકિસ્તાન ભારતીય મુસાફરો પાસેથી 20 ડોલરની ફી લેવાની જીદ કરી રહ્યું છે. ભારતે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતના વિરોધ છતાં પાકિસ્તાને તીર્થયાત્રીઓ પાસેથી ચાર્જ વસૂલવાના નિર્ણયને બદલ્યો નથી.
સરકારે કહ્યુ કે, ભારત દ્ધારા સતત પાકિસ્તાનને તીર્થયાત્રીઓની ઇચ્છા અંગે જણાવી ચૂક્યું છે. ભારતે કહ્યું કે, હવે આ સંબંધમાં પાકિસ્તાન સાથે 23 ઓક્ટોબરના રોજ એગ્રીમેન્ટ સાઇન કરશે. આ સાથે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને યાત્રીઓ પાસેથી ચાર્જ વસૂલવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યું છે. ભારત કોઇ પણ સમયે એગ્રીમેન્ટમાં ફેરફાર કરવા તૈયાર છે. નોંધનીય છે કે ગુરુદ્ધારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારથી ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી પરંતુ પાકિસ્તાન 20 ડોલર પ્રતિ મુસાફર ફી વસૂલવાની જીદ કરી રહ્યું છે. જેના પર ભારત દ્ધારા વિરોધ બાદ રજીસ્ટ્રેશન શરૂ કરાયું નહોતું. પાકિસ્તાન તીર્થયાત્રીઓ પાસેથી 20 ડોલર એટલે કે 1400 રૂપિયાની ફી વસૂલવા માંગે છે.Union Minister Harsimrat Kaur Badal on #KartarpurCorridor: I'm happy that the agreement is being signed on October 23. I feel Pakistan should rethink this US 20$ fee (for Kartarpur Gurdwara visit). Because the god belongs to the poor as well not just the rich. pic.twitter.com/lpBANTYo0D
— ANI (@ANI) October 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion