US Election 2024: એક-બે નહીં, ભારતીય મૂળના આટલા નેતા બન્યા છે અમેરિકન ચૂંટણીમાં દાવેદાર, જાણો તેમના વિશે
US Election 2024: 2017થી વૉશિંગ્ટનનું પ્રતિનિધિત્વ કરી રહેલા 59 વર્ષીય પ્રમિલા જયપાલ ડેમોક્રેટિક પાર્ટીમાં શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે
US Election 2024: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. વળી, આ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકન નેતાઓના પ્રતિનિધિત્વની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વખતે ભારતીય મૂળના 9 અમેરિકન નેતાઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં ઘણા નેતા ફરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જ્યારે 3 નેતાઓ માટે આ પ્રથમ ચૂંટણી જંગ છે.
કયા-કયા ભારતીય-અમેરિકન ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં -
38 વર્ષીય સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયા ઈસ્ટ કૉસ્ટથી ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન બનીને ઈતિહાસ રચી શકે છે. તમને જણાવી દઈએ કે વર્જીનિયાને ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સુહાસ સુબ્રમણ્યમ હાલમાં વર્જીનિયા રાજ્યના સેનેટર છે. તે વૉશિંગ્ટન ડીસીના વર્જિનિયા ઉપનગરોમાં એક જિલ્લામાં રહે છે, જ્યાં મોટી ભારતીય અમેરિકન વસ્તી રહે છે. સુહાસ સુબ્રમણ્યમ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. જે સમગ્ર દેશમાં લોકપ્રિય ભારતીય અમેરિકન નેતા છે.
બીજીતરફ 59 વર્ષીય ડૉ.અમી બેરા પણ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની રેસમાં છે. ડૉ. અમી બેરા, વ્યવસાયે એક ચિકિત્સક, 2013 થી કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કરતી સૌથી વરિષ્ઠ ભારતીય અમેરિકન કોંગ્રેસવૂમન છે. જો ડો. અમી બેરાને બહુમતી મળે છે તો તેમને ઉચ્ચ પદ મળવાની પૂરી સંભાવના છે.
2017થી વૉશિંગ્ટનનું પ્રતિનિધિત્વ કરી રહેલા 59 વર્ષીય પ્રમિલા જયપાલ ડેમોક્રેટિક પાર્ટીમાં શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં તેઓ ફરીથી પ્રતિનિધિ તરીકે ચૂંટાશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
આ ત્રણ જગ્યાઓને કહેવામાં આવે છે ડેમૉક્રેટ્સનો ગઢ
રાજા કૃષ્ણમૂર્તિ 2017 થી ઇલિનોઇસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વળી, કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ રો ખન્ના 2017 થી કરી રહ્યા છે અને 69 વર્ષીય શ્રી થાનેદાર 2023 થી મિશિગનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ત્રણેય સ્થાનોને ડેમોક્રેટિક પાર્ટીના ગઢ કહેવામાં આવે છે.
વળી, 2018, 2020 અને 2022 માં એરિઝોનામાં ત્રણ જીત બાદ, ડૉ. અમીશ શાહ હવે એરિઝોનાથી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહ્યા છે. રિપબ્લિકન ડૉ. પ્રશાંત રેડ્ડી કેન્સાસથી ત્રણ વખતના ડેમોક્રેટ શેરીસ ડેવિડ્સ સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો
US Election 2024: USમાં રાષ્ટ્રપતિની કેવી રીતે થાય છે પસંદગી, સમજો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા