શોધખોળ કરો

યુદ્ધ વચ્ચે UAE માં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, જાણો દૂતાવાસે શું કહ્યું?

સાઉદી અરેબિયામાં વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે.

સાઉદી અરેબિયામાં વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસે તમામ ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સુરક્ષા દિશાનિર્દેશોનું કડક પાલન કરવા અપીલ કરી છે.

સતર્ક રહેવાની અપીલ 

સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ અને દૂતાવાસે જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ સામાન્ય રીતે કાર્યરત

ભારતીય દૂતાવાસ, રિયાધ અને જેદ્દાહમાં સ્થિત  ભારતીય વાણિજ્ય દૂતાવાસ (VFS સેવાઓ સહિત) સામાન્ય રીતે કાર્યરત છે. જરૂર મુજબ સમયાંતરે અપડેટ્સ અને નવી એડવાઈઝરી જારી કરવામાં આવશે.

ફ્લાઇટ સેવાઓ ચાલુ 

ઘણી એરલાઇન્સ રિયાધ અને જેદ્દાહથી ભારત માટે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. ભારત પાછા ફરવા માંગતા નાગરિકો ઉપલબ્ધતા ચેક કરી શકે છે અને આ ફ્લાઇટ્સનો લાભ લઈ શકે છે.

24x7 ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો

ભારતીય દૂતાવાસ, રિયાધ:

00-966-11-4884697

00-966-542126748 (વોટ્સએપ)

800 247 1234 (ટોલ-ફ્રી)

ઇમેઇલ: cw.riyadh@mea.gov.in

ભારતીય વાણિજ્ય દૂતાવાસ, જેદ્દાહ:

વોટ્સએપ: +966 536209704

લેન્ડલાઇન: 00 966 126648660 / 00 966 12 2614093

મોબાઇલ: +966 556122301

ટોલ-ફ્રી: 800 244 0003

ઇમેઇલ: conscw.jeddah@mea.gov.in, vclab.jeddah@mea.gov.in

3 માર્ચ 2026 ના એડવાઇઝરી જારી કરવામાં આવી હતી

આ એડવાઇઝરી 3 માર્ચ, 2026 ના રોજ રિયાધથી જારી કરવામાં આવી હતી. ભારતીય સમુદાયને શાંતિ જાળવવા અને અફવાઓથી બચવાની અપીલ કરવામાં આવી છે.

દૂતાવાસ સાથે સતત સંપર્ક અને સુરક્ષાની તકેદારી

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલી આક્રમક સંયુક્ત સૈન્ય કાર્યવાહીના પરિણામે સમગ્ર આરબ જગત અને આસપાસના ખાડી વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. સુરક્ષાના ગંભીર કારણોસર અનેક દેશોએ પોતાનો હવાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે અથવા તો વિમાની સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કટોકટીના સમયમાં ભારતીયોને મદદરૂપ થવા ઇન્ડિગો વિમાન કંપની જેદ્દાહમાં આવેલા ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક જાળવી રહી છે. આ તમામ વિશેષ ઉડાનો આકાશની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને સરકારની જરૂરી પરવાનગીઓને આધીન રહીને ચલાવવામાં આવશે. ભારત અને અખાતી દેશો વચ્ચે ઉડાન ભરતી અન્ય વિમાન કંપનીઓ પણ જોખમને ધ્યાનમાં રાખીને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં પોતાની સેવાઓ આપી રહી છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget