શોધખોળ કરો

Iran US War: ઈરાનના હુમલાથી ધણધણી ઉઠ્યું ઈઝરાયલ, પરમાણુ પ્લાન્ટવાળા શહેર પર મિસાઈલથી હુમલો

Iran US War: ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. આ વચ્ચે, ઈરાને દિમોના પર મોટો હુમલો કર્યો છે, જે ઇઝરાયલી શહેર છે જ્યાં દેશનું પરમાણુ સંશોધન કેન્દ્ર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિમોનામાં મિસાઈલ હુમલામાં 40થી વધુ લોકો ઘાયલ થયા.
  • IAEAએ હુમલાની તપાસ કરી, રેડિયેશનની માહિતી નથી.

Iran US War: અમેરિકા-ઈઝરાયેલની ઈરાન સાથેની જંગને 3 સપ્તાહ વીતી ચૂક્યા છે. શનિવારે (21 માર્ચ) ઈઝરાયેલના મેન ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર વાળા શહેર દિમોનામાં થયેલા મિસાઈલ હુમલામાં 40થી વધુ લોકો ઘાયલ થયા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી દેશની રાષ્ટ્રીય ઈમરજન્સી મેડિકલ સર્વિસ (EMS) મેગન ડેવિડ એડોમ (MDA) એ આપી છે.

નતાન્ઝ પર થયેલા હુમલાનો ઈરાને બદલો લીધો

આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઈરાને કહ્યું છે કે તે નતાન્ઝમાં સ્થિત પોતાના પરમાણુ સંવર્ધન કેન્દ્ર પર થયેલા હુમલાના પ્રતિશોધમાં ઈઝરાયેલના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવી રહ્યું છે. MDA અનુસાર તેમની ટીમે છર્રાથી ઘાયલ થયેલા લોકો સહિત કુલ 36 થી વધુ લોકોની સારવાર કરી. MDA એ એક પોસ્ટમાં કહ્યું, "દક્ષિણ ઈઝરાયેલથી અપડેટ, બેલેસ્ટિક મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડ્યા બાદ મેગન ડેવિડ એડોમમાં 40 થી વધુ લોકોની સારવાર કરવામાં આવી."

ઘાયલોમાં એક 10 વર્ષનો છોકરો પણ સામેલ હતો, જેના વિશે ઈમરજન્સી મેડિકલ સર્વિસે જણાવ્યું કે તેને છર્રા લાગવાથી ઈજાઓ થઈ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. MDA એ આગળ જણાવ્યું કે શેલ્ટર્સ તરફ ભાગતી વખતે ઘાયલ થયેલા લોકોને પણ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.

IAEA કરી રહી છે તપાસ

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ દિમોનામાં થયેલા હુમલાના રિપોર્ટનો સ્વીકાર કર્યો, પરંતુ નેગેવ પરમાણુ રિસર્ચ સેન્ટરને થયેલા કોઈ પણ પ્રકારના નુકસાનની જાણકારી મળી નથી. IAEA એ કહ્યું કે પ્રાદેશિક અધિકારીઓએ હુમલા બાદ રેડિયેશનના અસામાન્ય સ્તરનો કોઈ રિપોર્ટ આપ્યો નથી અને તે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.                         

દિમોનામાં વર્ષ 1958માં પરમાણુ રિસર્ચ સેન્ટર ખોલવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયારો છે પરંતુ તેમના નેતાઓ આ અટકળોની ન તો પુષ્ટિ કરે છે અને ન તો ખંડન કરે છે. દક્ષિણ ઈઝરાયેલના આ રણ પ્રદેશના શહેર પર હુમલો ઈરાની સરકારી મીડિયા દ્વારા નતાન્ઝ સંવર્ધન ફેસિલિટી પર અમેરિકી-ઈઝરાયેલી દળો દ્વારા હુમલાના સમાચાર આપ્યાના થોડા જ કલાકો બાદ થયો હતો.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget