શોધખોળ કરો

મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!

લેબનોનમાં ઈઝરાયલના હુમલા બાદ ઈરાનનો મોટો નિર્ણય; બંને દેશો વચ્ચે મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ બન્યા, ટ્રમ્પે કહ્યું- "ચૂપ રહેવું વધુ સારું રહેશે, નાકાબંધી ચાલુ જ રહેશે."

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને ઈઝરાયેલના હુમલા યુદ્ધવિરામ ભંગ ગણાવ્યા.
  • ઈરાને અમેરિકા સાથેની તમામ વાટાઘાટો સ્થગિત કરી.
  • ટ્રમ્પે કહ્યું, અમેરિકા નાકાબંધી યથાવત રાખશે.
  • મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે હુમલા તેજ બન્યા.

iran suspends talks us: મધ્ય પૂર્વમાં ફરી એકવાર મહાયુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈઝરાયલ દ્વારા લેબનોનમાં થઈ રહેલા સતત હુમલાઓ અને યુદ્ધવિરામના ભંગને ટાંકીને ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલી તમામ વાટાઘાટો અધવચ્ચે અટકાવી દેવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બંને દેશો એકબીજાના લશ્કરી થાણાઓ પર ડ્રોન તેમજ મિસાઈલથી જોરદાર હુમલા કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઈરાન પર તેની આકરી નાકાબંધી ચાલુ જ રાખશે.

વાટાઘાટો કેમ અટકી અને ઈરાને શું કહ્યું?

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જે આશા હતી, તેના પર પાણી ફરી વળ્યું છે. બીબીસીએ ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી 'તસ્નીમ' ના હવાલાથી જણાવ્યું છે કે, લેબનોનમાં ઈઝરાયલે છેલ્લા કેટલાક દિવસોથી હુમલાઓ ખૂબ વધારી દીધા છે, જેને ઈરાન યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન માને છે.

આ મુદ્દે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, "અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે લાગુ પડે છે. જો કોઈપણ એક મોરચે આ યુદ્ધવિરામનો ભંગ થશે, તો તેને સંપૂર્ણ ભંગ માનવામાં આવશે. આ ઉલ્લંઘનથી થનારા કોઈપણ ગંભીર પરિણામો માટે અમેરિકા અને ઈઝરાયલ બંને સીધા જવાબદાર રહેશે."

ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો જવાબ: "ચૂપ રહેવું વધુ સારું"

ઈરાન દ્વારા વાટાઘાટો સ્થગિત કરવાના અહેવાલો પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનું આકરૂં વલણ સ્પષ્ટ કર્યું છે. સોમવારે ટ્રમ્પે કહ્યું કે, તેમને સત્તાવાર રીતે આવી કોઈ માહિતી મળી નથી, પરંતુ જો આ વાત સાચી હોય તો પણ તેમને કોઈ વાંધો નથી.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "મને લાગે છે કે આપણે લોકો જરૂર કરતા વધારે વાત કરી રહ્યા છીએ. હવે ચૂપ રહેવું જ વધુ સારું રહેશે. જોકે, ચૂપ રહેવાનો અર્થ એવો બિલકુલ નથી કે અમે સીધા બોમ્બ જ ફેંકવા માંડીશું; પરંતુ અમે અમારી નાકાબંધી ચોક્કસ ચાલુ રાખીશું અને તે લોખંડ જેવી મજબૂત છે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાન શાંત થાય ત્યાં સુધી રાહ જોશે? ત્યારે તેમણે કહ્યું, "હું જ્યાં સુધી તેઓ ઈચ્છે ત્યાં સુધી રાહ જોવા તૈયાર છું. તેઓ પહેલેથી જ ઘણું મોટું નુકસાન સહન કરી રહ્યા છે."

આ પણ વાંચોઃ ‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ

મધ્ય પૂર્વમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓ તેજ બન્યા

વાટાઘાટો તૂટવાની સાથે જ મધ્ય પૂર્વમાં લશ્કરી કાર્યવાહી પણ તેજ બની ગઈ છે:

અમેરિકાની કાર્યવાહી: અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલા ઈરાનના ગોરુક અને કેશ્મ ટાપુઓ પર રડાર અને ડ્રોન કંટ્રોલ સ્ટેશનોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે તેમણે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, 1 ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને 2 ડ્રોનનો નાશ કર્યો છે.

ઈરાનનો પલટવાર: બીજી તરફ ઈરાન પણ ચૂપ બેઠું નથી. IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ હુમલા માટે ઉપયોગમાં લેવાતા અમેરિકન એરબેઝ પર વળતો પ્રહાર કરવાનો દાવો કર્યો છે. ગઈકાલે ઈરાની સૈન્યએ એક અમેરિકન MQ1 ડ્રોનને તોડી પાડ્યું હોવાનું પણ જણાવ્યું છે.

જોકે, ઈરાને કયા યુએસ બેઝ પર હુમલો કર્યો છે તે સ્પષ્ટ નથી કર્યું, પરંતુ તેમણે મિસાઈલ હુમલાનો એક વીડિયો જરૂર બહાર પાડ્યો છે. આ તણાવ વચ્ચે કુવૈતમાં પણ ઈરાની હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા છે, જે દર્શાવે છે કે સ્થિતિ કોઈપણ ક્ષણે ભયાનક સ્વરૂપ લઈ શકે છે.

આ પણ વાંચોઃ US-ઈરાન ડીલ પર ટ્રમ્પનું સસ્પેન્સ, પણ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને મોટો દાવ રમ્યો, ટોલ નહીં પણ ટેક્સ....

Frequently Asked Questions

ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટો કેમ સ્થગિત કરી?

ઈરાને લેબનોનમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણીને અમેરિકા સાથેની તમામ વાટાઘાટો સ્થગિત કરી દીધી છે.

ઈરાનના વિદેશ મંત્રીએ આ મુદ્દે શું કહ્યું?

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે જો યુદ્ધવિરામનો કોઈપણ મોરચે ભંગ થશે તો તેને સંપૂર્ણ ભંગ માનવામાં આવશે અને તેના પરિણામો માટે અમેરિકા અને ઈઝરાયલ જવાબદાર રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની કાર્યવાહી પર શું પ્રતિક્રિયા આપી?

ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને વાટાઘાટો સ્થગિત કરી હોય તો તેમને કોઈ વાંધો નથી અને અમેરિકા ઈરાન પર તેની આકરી નાકાબંધી ચાલુ રાખશે.

મધ્ય પૂર્વમાં હાલ લશ્કરી કાર્યવાહીની શું સ્થિતિ છે?

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ બન્યા છે, જેમાં બંને દેશો એકબીજાના લશ્કરી ઠેકાણાંને નિશાન બનાવી રહ્યા છે.

Advertisement

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget