ઈરાકમાં અમેરિકન સૈન્ય કેમ્પ પર ઈરાનનો મોટો હુમલો, ડઝનથી પણ વધારે છોડી મિસાઈલ
પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે
US મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીએ હુમલાની પુષ્ટિ કરી જ્યાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આ પહેલાં પણ ઈરાને અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી.???? #فوری| انتقام سخت به وقوع پیوست/ برخی منابع خبر از شلیک موشکهای بالستیک ایرانی به سمت پایگاه عینالاسد در عراق که محل استقرار نیروهای آمریکایی است، میدهند. pic.twitter.com/qbfPYmFXri
— خبرگزاری فارس (@FarsNews_Agency) January 7, 2020
ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણાંને નિશાન બનાવાની ધમકી આપી હતી.#WATCH: Iran launched over a dozen ballistic missiles at 5:30 p.m. (EST) on January 7 and targeted at least two Iraqi military bases hosting US military and coalition personnel at Al-Assad and Irbil, in Iraq. pic.twitter.com/xQkf9lG6AP
— ANI (@ANI) January 8, 2020
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ 52ના બદલે 290ની વાત કહી હતી. રૂહાનીએ કહ્યું હતું કે, જે લોકો 52ની વાત કહી રહ્યા છે તેમણે 290 પણ યાદ રાખવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણા પર નિશાન તાકવાની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ 1988ની ઘટના યાદ અપાવી જ્યારે યુએસ વોરશિપે ઈરાની પેસેન્જર વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 290 લોકોનાં મોત થયા હતા.All is well! Missiles launched from Iran at two military bases located in Iraq. Assessment of casualties & damages taking place now. So far, so good! We have the most powerful and well equipped military anywhere in the world, by far! I will be making a statement tomorrow morning.
— Donald J. Trump (@realDonaldTrump) January 8, 2020
મહત્વની વાત છે કે, ઈરાનકની સીમમાં અનેક લડાકૂ વિમાન તૈના જોવા મળ્યાં હતાં. હવાઈ હુમલો કરીને ઈરાને અમેરિકાની મોટી ધમકી આપી હતી. આ ઉપરાંત ઈરાને કહ્યું હતું કે, જો અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી તો સારું નહીં થાય અને અમેરિકાએ ભારે નુકશાન ભોગવવું પડશે.Trump briefed about attack on US facilities in Iraq, monitoring situation closely: White House Read @ANI story | https://t.co/d5NzC53YPZ pic.twitter.com/AA6UfZ4f6z
— ANI Digital (@ani_digital) January 8, 2020