LIVE બોમ્બિંગ: એન્કર સમાચાર વાંચી રહી હતી ઇઝરાયલે ઇરાનની સરકારી ચેનલ પર મિસાઇલ છોડી, જુઓ ભયાવહ વીડિયો!
ઇઝરાયલ દ્વારા તેહરાનમાં સરકારી ટીવી ચેનલનું ભવન નિશાન બન્યું; એન્કર જીવ બચાવવા ભાગી, સ્ટુડિયોમાં અફરાતફરી, 'અલ્લાહુ અકબર'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો.

Israel airstrike on Iran TV studio: ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે, અને તેના ભયાવહ દ્રશ્યો ઇરાનની રાજધાની તેહરાનમાંથી સામે આવી રહ્યા છે. ઇઝરાયલે ફરી ઇરાનમાં મિસાઇલ હુમલો કર્યો છે, અને આ વખતે ઇઝરાયલી સેનાએ ઇરાનની સરકારી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોને નિશાન બનાવ્યો છે. આ હુમલાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એન્કર સહર ઇમામી સ્ટુડિયોમાં ન્યૂઝ બુલેટિન વાંચી રહી હતી ત્યારે IDF મિસાઇલ ઇમારત પર અથડાયું. મિસાઇલ હુમલો થતાં જ સ્ટુડિયો સંપૂર્ણપણે ધ્રૂજી ઉઠ્યો, ત્યારબાદ અફડાતફડી મચી ગઈ અને એન્કર પોતાની સીટ છોડીને જીવ બચાવવા માટે ભાગી ગઈ. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'અલ્લાહુ અકબર'ના નારા પણ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા છે, જે તે સમયે પ્રવર્તેલા ભય અને અરાજકતાનો ખ્યાલ આપે છે.
સંઘર્ષ ઉગ્ર બન્યો: નાગરિકો જીવ બચાવવા ભાગી રહ્યા છે
ઇઝરાયલ દ્વારા આ મિસાઇલ હુમલો ઇરાનની સરકારી ટીવી ચેનલના પરિસરમાં ત્યારે થયો જ્યારે એન્કર સહર ઇમામી જીવંત પ્રસારણ કરી રહી હતી. આ ઘટના દર્શાવે છે કે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ કેટલો ઉગ્ર બની ગયો છે. ઇઝરાયલે ઇરાનના હુમલાઓ વિશે કહ્યું છે કે તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. દરમિયાન, બંને દેશોના નાગરિકો મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળો તરફ દોડી રહ્યા છે. ઇઝરાયલી હુમલાઓથી બચવા માટે ઇરાનીઓ રાજધાની તેહરાન છોડી રહ્યા છે, જેના કારણે તેહરાનથી બહાર નીકળતા ઘણા હાઇવે પર ભારે જામ જોવા મળી રહ્યો છે. ઘણા માઈલ સુધી વાહનોની લાંબી લાઇનો છે. લોકો તેહરાનમાં પોતાના ઘર છોડીને દૂરના કેટલાક નાના શહેરો અને ગામડાઓ તરફ જઈ રહ્યા છે, જેથી તેઓ પોતાને અને પોતાના પરિવારને ઇઝરાયલી હુમલાઓથી બચાવી શકે.
فوری: گزارشها حاکی از اصابت موشک به صدا و سیمای جمهوری اسلامی است.
— Aidin (@Aidin_FreeIran) June 16, 2025
BREAKING: A strike has reportedly hit Iran’s state broadcaster IRIB. https://t.co/rLvs2RyeQu pic.twitter.com/u1phwj0LI1
ઇઝરાયલની ધમકી અને ભવિષ્યની ચિંતા
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે ઇરાનને ધમકી આપી છે કે ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમ પર બેલિસ્ટિક મિસાઈલોથી ઇરાનના હુમલા બાદ, તેનો જવાબ ઝડપી અને ઘાતક હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં, લોકો પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત છે અને ભવિષ્યમાં શું થશે તેની અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ સંઘર્ષને શાંત કરવા માટે પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ તાજેતરના હુમલાઓ દર્શાવે છે કે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.





















