'Days of Repentance': ઇઝરાયેલનું એ ઓપરેશન જેણે ઈરાનની ઊંઘ કરી હરામ
Iran Israel War: ઈઝરાયેલના 100 થી વધુ ફાઈટર પ્લેન્સે ઈરાનના સૈન્ય મથકોને નષ્ટ કર્યા. IDFએ કહ્યું કે ઈરાને ઈઝરાયેલ પર બે વાર હુમલો કર્યો અને તેને કિંમત ચૂકવવી પડી.
Iran Israel War: ઈઝરાયેલે મધ્ય પૂર્વમાં શનિવારે વહેલી સવારે ઈરાન પર હુમલો કરીને બદલો લીધો હતો. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, તેઓએ તેહરાનની આસપાસના અનેક ઈરાની સૈન્ય મથકો અને શહેરો પર બોમ્બમારો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયેલે 100થી વધુ ફાઈટર જેટ્સનો ઉપયોગ કર્યો હતો. આઈડીએફ અધિકારીઓએ જણાવ્યું કે ઈરાન પર બોમ્બમારો કરનારા તમામ ફાઈટર પ્લેન સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા છે. જે ઓપરેશન હેઠળ ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તેનું કોડ નામ ડેઝ ઓફ રેપેન્ટન્સ(પછતાવાના દિવસો) હતું.
Israel hits Iran missiles, bases in retaliatory strikes https://t.co/x3epjqaGHt pic.twitter.com/jk2Y28NAwK
— AFP News Agency (@AFP) October 26, 2024
અમે અમારું મિશન પૂરું કર્યું-IDF
ઈઝરાયેલે ઈરાનના 4 શહેરો પર હુમલો કર્યો. IDF અનુસાર, 1600 કિલોમીટર દૂર કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઇટર જેટ, જાસૂસી વિમાનો સહિત ઇઝરાયેલી વાયુસેનાના ડઝનબંધ ફાઇટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. IDFએ કહ્યું, ઇઝરાયેલ પરના હુમલાની કિંમત ચૂકવવી પડશે. અમે અમારું મિશન પૂર્ણ કર્યું.
ઈઝરાયેલના આ હુમલાને ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે કરાયેલા હવાઈ હુમલાના બદલા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ પહેલા ઈરાને હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોતનો બદલો લેવા ઈઝરાયેલ પર લગભગ 200 રોકેટ છોડ્યા હતા, ત્યારબાદ ઈઝરાયેલે પણ ઈરાનને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઈઝરાયેલ સેનાએ ઈરાનને ચેતવણી આપી હતી
IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું, હવે ઈઝરાયેલને ઈરાનમાં પણ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા મળી ગઈ છે. ઈરાને ઈઝરાયેલ પર બે વખત હુમલો કર્યો અને તેને કિંમત ચૂકવવી પડી. અમે ગાઝા અને લેબનોનમાં યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, પરંતુ ઈરાને આ વિસ્તારમાં યુદ્ધને પ્રોત્સાહન આપ્યું છે. ઈઝરાયેલની સેનાએ ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધનો નવો રાઉન્ડ શરૂ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાનની વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે ઈઝરાયેલના હુમલામાં તેહરાન અને અન્ય શહેરોમાં ઘણા સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં નોંધપાત્ર નુકસાન થયું હતું.
આ પણ વાંચો...