AirStrike: ઇઝરાયેલનો હિઝબુલ્લાહ પર ફરી મોટો એટેક, યુદ્ધવિરામની વચ્ચે એરસ્ટ્રાઇકમાં 11 લોકોના મોત
Israel-Hezbollah Ceasefire: આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામના સતત અમલીકરણ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
Israel-Hezbollah Ceasefire: હિઝબુલ્લાહ સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે 27 નવેમ્બર (બુધવાર) ના રોજ અમલમાં આવેલા યુદ્ધવિરામ પછી ઇઝરાયેલે લેબનાનમાં તેનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. 2 ડિસેમ્બર (સોમવાર) ના રોજ ઇઝરાયેલના ફાઇટર પ્લેન્સે હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર ઘણી મિસાઇલો છોડી હતી. જેના કારણે લગભગ 11 લોકોના મોત થયા છે. નોંધનીય છે કે હિઝબુલ્લાહ દ્વારા લેબનૉનથી ઇઝરાયેલ પર મૉર્ટાર છોડ્યા બાદ ઇઝરાયેલની આ કાર્યવાહી કરવામાં આવી હતી.
27 નવેમ્બર (બુધવાર) ના રોજ અમલમાં આવેલા 60 દિવસના યુદ્ધવિરામની જાહેરાત પછી હિઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર મૉર્ટાર ફાયરિંગનો આ પ્રથમ કેસ હતો. વળી, હવે આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામના સતત અમલીકરણ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર IDF પર હુમલો
ઇઝરાયેલી ડિફેન્સ ફૉર્સિસ (IDF) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઇઝરાયેલના ફાઇટર પ્લેન્સે લેબનૉનમાં હિઝબુલ્લાના ઓપરેટિવ્સ, ડઝનેક રૉકેટ લૉન્ચર્સ અને આતંકવાદી જૂથ સાથે સંકળાયેલી અનેક સુવિધાઓ પર હુમલો કર્યો હતો. અગાઉ સોમવારે (2 ડિસેમ્બર), હિઝબોલ્લાહે દાવો કર્યો હતો કે તેણે યુદ્ધવિરામ કરારના વારંવારના ઉલ્લંઘનનો બદલો લેવા માટે મૉર્ટાર છોડ્યા હતા અને તેને યુદ્ધવિરામ દરમિયાન લેબનોનમાં IDF પરના હુમલાઓ સામે પ્રારંભિક ચેતવણી ગણાવી હતી.
IDF ના હુમલામાં હિઝબુલ્લાહનું લૉન્ચર હતુ ટાર્ગેટ
IDFએ કહ્યું કે ફાઇટર પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહની સુવિધાઓ ઉપરાંત, માઉન્ટ ડૉવ પર બે મૉર્ટાર ફાયર કરવા માટે વપરાતા લૉન્ચરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. IDFએ કહ્યું કે ઇઝરાયલની એક જ માંગ છે કે લેબનૉનમાં સંબંધિત પક્ષો તેમની જવાબદારી પૂરી કરે અને લેબનીઝ વિસ્તારમાં હિઝબુલ્લાહની ગતિવિધિઓ બંધ કરે. ઇઝરાયેલ લેબનૉનમાં યુદ્ધવિરામ કરારની શરતોને પૂર્ણ કરવા માટે બંધાયેલું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી બંધકોને લઇને આપી ચેતાવણી
ઈઝરાયેલ અને લેબનૉન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં કેદ ઈઝરાયેલના બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું, 'જો જાન્યુઆરીમાં તેમના શપથગ્રહણ પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે.'
આ પણ વાંચો