Israel–Hamas War: ગાઝા પર ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં 700થી વધુ લોકોના મોત, હમાસના ત્રણ ડિપ્ટી કમાન્ડર ઠાર
Israel–Hamas War: છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ 400થી વધુ ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે
Israel–Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મંગળવારે (24 ઓક્ટોબર) 18મા દિવસે યુદ્ધ યથાવત છે. દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, આ દાવો ઉગ્રવાદી સંગઠન હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
After 18 days of fighting between Israel and Hamas, there are growing concerns that the war could grow into a wider regional conflict.
— The Associated Press (@AP) October 24, 2023
AP’s Jon Gambrell explains more. pic.twitter.com/3BYBVZp2da
ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઇ હુમલાઓ કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ 400થી વધુ ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે. હમાસના ત્રણ ડેપ્યુટી કમાન્ડર સહિત સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ગાઝામાં 24 કલાકમાં 704 લોકોના મોત થયા છે. ઇઝરાયલે મસ્જિદોમાં બનેલા હમાસના અનેક કમાન્ડ સેન્ટરોને નષ્ટ કર્યા હતા. એક ટનલ પણ નષ્ટ કરવામાં આવી હતી, જેના દ્વારા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા હતા.
હમાસે મંગળવારે કહ્યું કે તેણે ગાઝામાં નાગરિકો પરના હુમલાના જવાબમાં તેલ અવીવ તરફ રોકેટ છોડ્યા. તેલ અવીવમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. બીબીસીના અહેવાલ મુજબ રોકેટ હુમલામાં પાંચ ઈઝરાયેલના નાગરિકો ઘાયલ થયા છે.
શું કહ્યું ઈઝરાયેલની સેનાએ?
ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે સેનાના બોમ્બમારાનું કેન્દ્ર ગાઝા શહેર અને ઉત્તરના વિસ્તારો છે. ડેનિયલ હગારીએ કહ્યું કે અમે ત્યાં હુમલાઓ કરવાનું ચાલુ રાખીશું. સલામતી માટે લોકોએ દક્ષિણ તરફ આગળ વધવું જોઈએ.
એપી અનુસાર, હમાસે કહ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 2360 બાળકો સહિત 5791 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાં 16 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. 1550 લોકો ગુમ છે. એવું માનવામાં આવે છે કે આ લોકો હવાઈ હુમલામાં નાશ પામેલી ઈમારતોના કાટમાળ નીચે દટાઈ ગયા છે. ઇઝરાયેલમાં 1400 થી વધુ લોકોના મોત થયા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે મૃતકોમાં 2,360 બાળકો અને 1,100થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે કહ્યું હતું કે હમાસને સંપૂર્ણપણે ખતમ કર્યા પછી જ અભિયાન સમાપ્ત થશે.