શોધખોળ કરો

Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો

Israel-Hamas war: હમાસ અને ઈઝરાયલે પરસ્પર સંમતિથી યુદ્ધવિરામની જાહેરાત કરી છે

Israel-Hamas war: ગાઝામાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ થોડા દિવસો માટે બંધ થવાનું છે. હમાસ અને ઈઝરાયલે પરસ્પર સંમતિથી યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે ગુરુવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને આગામી ચાર દિવસ સુધી યથાવત રહેશે. દરમિયાન, હમાસ અને ઇઝરાયલ એકબીજાના બંધકોને મુક્ત કરશે. પરંતુ આ પહેલા પેલેસ્ટાઈને ઈઝરાયલ આર્મી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ-મલિકીએ કહ્યું છે કે આઈડીએફએ મંગળવારની મોડી રાતથી હુમલાઓ વધારી દીધા છે. હોસ્પિટલો અને શરણાર્થી શિબિરોને નિશાન બનાવવામાં આવી રહી છે. ઇઝરાયલના હુમલાઓમાં 100 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાંથી 52 લોકો એક જ પરિવારમાં રહેતા હતા.

પેલેસ્ટિનિયન વિદેશ પ્રધાને લંડનમાં આરબ વિદેશ પ્રધાનોની બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "બુધવારની સવારે જ ઉત્તર ગાઝાના કદૌરામાં એક જ પરિવારના 52 લોકો માર્યા ગયા હતા. તેઓને ઈઝરાયેલ દ્વારા મારવામાં આવ્યા હતા.'' આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું હમાસ આવા હુમલા બાદ યુદ્ધવિરામ ચાલુ રાખશે? શું પેલેસ્ટિનિયનો સાથે ચાલી રહેલી અથડામણો બંધકોની મુક્તિ પરના કરારને અસર કરી શકે છે? આ ચિંતા અમેરિકા સહિત ઘણા દેશોને પણ પરેશાન કરી રહી છે. હાલમાં અમેરિકાના 9, થાઈલેન્ડના 23, આર્જેન્ટિનાના 15, જર્મનીના 12, ફ્રાન્સના 6 અને રશિયાના 6 નાગરિકો હમાસના બંધકો છે.

ઈઝરાયલે બંધકોને મુક્ત કરવાના બદલામાં ચાર દિવસના યુદ્ધવિરામને મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં હમાસ 50 બંધકોને મુક્ત કરશે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. બદલામાં ઇઝરાયલ તેની જેલમાં બંધ 300 પેલેસ્ટાઇનિઓને મુક્ત કરવા માટે સહમત થયુ છે. પરંતુ પ્રથમ તબક્કામાં તે માત્ર 150 પેલેસ્ટાઈનિઓને જ મુક્ત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓએ તેમના નાગરિકોની મુક્તિ માટે અનેક પગલાં લીધા હતા. આવી સ્થિતિમાં જો હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો કરાર કોઈ કારણસર સ્થગિત અથવા તોડવામાં આવશે તો આ નાગરિકોની મુક્તિ પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે ઇઝરાયલ સરકારે ગાઝામાં બંધક તરીકે રાખવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે હમાસ આતંકવાદીઓ સાથેની ડીલને સમર્થન આપ્યું હતું. સાથે સાથે ઇઝરાયલ સરકાર તેમની જેલમાં બંધ પેલેસ્ટાઇનના 150 મહિલા અને સગીર કેદીઓને મુક્ત કરવા પર સહમત થઇ હતી. એવા લોકોને મુક્ત કરવામાં આવશે જેમના પર કોઈ ઘાતક આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો સીધો આરોપ લાગ્યો નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget