શોધખોળ કરો

ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત

લેબનાનમાં ઇઝરાયેલના હુમલા હાલમાં ચાલુ છે. મંગળવારે, 24 સપ્ટેમ્બરના રોજ હિઝબુલ્લાહને મોટો ફટકો લાગ્યો,  જ્યારે તેના કમાન્ડરને લેબનાનમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો ગયો.

Israel Lebanon Conflict Row: લેબનાનમાં ઇઝરાયેલના હુમલા હાલમાં ચાલુ છે. મંગળવારે, 24 સપ્ટેમ્બરના રોજ હિઝબુલ્લાહને મોટો ફટકો લાગ્યો,  જ્યારે તેના કમાન્ડરને લેબનાનમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો ગયો. IDFએ કહ્યું કે તેણે બેરૂત હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડરને માર્યો હતો. ઇઝરાયેલી સેનાએ પુષ્ટિ કરી છે કે તેણે બેરૂત પર હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઇબ્રાહિમ મુહમ્મદ કુબૈસીને માર્યો છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે લેબનાનના બે સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ઈઝરાયેલના આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર સહિત છ લોકોના મોત થયા  છે. આ પહેલા ઈઝરાયેલના સૈન્ય વડાએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત જૂથને કોઈ તક આપવામાં આવશે નહીં.

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખની ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટારેસે  લેબનોન પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આવા હુમલા અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે. યુએનના વડાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરતા દેશો અને હુમલા કરીને આ કાયદાઓથી બચવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

યુએનના વડાએ કહ્યું કે લેબનોનમાં સતત હુમલાઓ સૂચવે છે કે તે 'બીજુ ગાઝા' બનવા જઈ રહ્યું છે.જ્યારે સંયુક્ત રાષ્ટ્ર  માનવાધિકારના પ્રમુખે મંગળવારે મધ્ય પૂર્વમાં પ્રભાવ ધરાવતા કોઈપણ વ્યક્તિને  ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની દુશ્મનાવટને રોકવા માટે હાકલ કરી હતી.

લેબનાનમાં સ્થિતિ કેવી છે ?

લેબનાનમાં ઈઝરાયેલ સેનાના હુમલામાં ઓછામાં ઓછા 558 લોકોના મોત થયા છે. આ આંકડો લેબનાની સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. આ હુમલામાં 50 બાળકો પણ સામેલ છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લેબનાનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિયાદે મૃત્યુ પામેલા લોકો વિશે માહિતી શેર કરી. તેમણે કહ્યું, "આરોગ્ય ક્ષેત્રને આપણા સમર્થનની જરૂર છે. અમને આશા છે કે આવનારો સમય ખરાબ નહીં હોય."

અબિયાદે કહ્યું, " ઈઝરાયલી હુમલાઓમાં ચાર સ્વાસ્થ્યકર્મીઓ પણ માર્યા ગયા છે, જ્યારે તેમણે હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો"

મધ્ય પૂર્વના દેશો લેબનાન અને ઈઝરાયેલ 18 વર્ષ બાદ ફરી એકવાર સામસામે આવી ગયા છે. લેબનાનના  સંગઠન હિઝબુલ્લાના સતત હુમલાના જવાબમાં ઈઝરાયેલે હવે હવાઈ હુમલા શરૂ કર્યા છે. સોમવારે ઇઝરાયેલ એર ડિફેન્સ ફોર્સ અથવા IDFએ લેબનાનમાં હિઝબુલ્લાહની લગભગ 1600 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. મંગળવારે પણ ઇઝરાયેલ તરફથી ડઝનબંધ મિસાઇલો અને રોકેટ છોડવામાં આવ્યા હતા. 

હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત
ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Forecast | આ તારીખો લખી લેજો! ગુજરાતના આ જિલ્લાઓમાં ફરી ભુક્કા બોલાવશે વરસાદHun To Bolish | હું તો બોલીશ |  કઈ જ્ઞાતિને કેટલી અનામત?Hun To Bolish | હું તો બોલીશ | શેયરબજારમાં કોનું ફૂંકાયું દેવાળિયું?Patan News | HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડના 5 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત
ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
આયર્નથી ભરપૂર છે  આ ફૂડ્સ, ડાયટમાં સામેલ કરતા જ શરીરમાંથી હિમોગ્લોબિનની ઉણપ થશે દૂર
આયર્નથી ભરપૂર છે  આ ફૂડ્સ, ડાયટમાં સામેલ કરતા જ શરીરમાંથી હિમોગ્લોબિનની ઉણપ થશે દૂર
Embed widget