Israel Protest: 'અમે કોઇના દબાણમાં ફેંસલો નથી લેતા, અમારો દેશ.....', બેન્ઝામિન નેતન્યાહૂનો જૉ બાયડેન પર પલટવાર
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે આપણો દેશ એક સાર્વભૌમ દેશ છે. તે તેના લોકોની ઇચ્છા મુજબ તેના નિર્ણયો લે છે.
Benjamin Netanyahu On Joe Biden: ઈઝરાયેલમાં સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ મંગળવારે (28 માર્ચ) રાત્રે યૂએસ રાષ્ટ્રપતિ જૉ બાયડેનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "ઇઝરાયેલ એક સાર્વભૌમ દેશ છે, જે વિદેશી દબાણના આધારે નિર્ણય નથી લેતો." જૉ બાયડેન મંગળવારે (28 માર્ચ) ખુદ કહ્યું હતું કે તેમને આશા છે કે બેન્ઝામિન નેતન્યાહૂ ન્યાયિક ફેરફારોને છોડી દેશે, જેના કારણે દેશમાં વિરોધ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આનાથી સરકાર માટે રાજકીય સંકટ પેદા શકે છે.
આપણો દેશ સાર્વભૌમ દેશ છે - બેન્ઝામિન નેતન્યાહૂ -
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે આપણો દેશ એક સાર્વભૌમ દેશ છે. તે તેના લોકોની ઇચ્છા મુજબ તેના નિર્ણયો લે છે. અમારા નિર્ણયો કોઈ વિદેશી દબાણ હેઠળ લેવામાં આવતા નથી. અમે અમારા સારા મિત્ર દેશોના આધારે નિર્ણય લેતા નથી. તેમણે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર દરેકની સહમતિની મદદથી સુધારા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈઝરાયેલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં જૉ બાયડેને કહ્યું કે તેઓ ઈઝરાયેલની લોકશાહીને લઈને ચિંતિત છે. સાથે જ તેણે ઈઝરાયલને ચેતવણી આપી હતી કે તે આવા વિરોધ પ્રદર્શન ચાલુ રાખી શકે નહીં. તેમણે કહ્યું કે ઈઝરાયેલનો આવો નિર્ણય આપણા અને તેમના સંબંધોને અસર કરી શકે છે.
Israel : PM મોદીના મિત્ર અમેરિકાને આપશે જોરદાર ઝાટકો? યુક્રેન યુદ્ધમાં રશિયાની જીત ફાઈનલ!!!
Israel Prime Minister Benjamin Netanyahu : યુક્રેન યુદ્ધને લઈને દુનિયા ધીમે ધીમે બે ભાગમાં વહેંચાઈ રહી છે. એક તરફ એવા દેશો છે જે યુક્રેન પર રશિયન હુમલાની ઉગ્ર નિંદા કરી રહ્યા છે અને ઝેલેન્સકીને હથિયારો આપી રહ્યા છે. જ્યારે ભારત જેવા દેશો છે જેમણે રશિયન કાર્યવાહીની નિંદા નથી કરી પરંતુ વૈશ્વિક અને દ્વિપક્ષીય બેઠકોમાં પુતિનને ભારે સંભળાવ્યું પણ છે. પીએમ મોદીના નિવેદન 'આ યુગ યુદ્ધનો નથી'ની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. હવે ઈઝરાયેલમાં નવી સરકાર રચાઈ છે અને પીએમ મોદીના મિત્ર બેન્જામિન નેતન્યાહુ ફરી સત્તામાં આવ્યા છે. દક્ષિણપંથી નેતાન્યાહુ સત્તામાં આવ્યા બાદ હવે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે, નેતાન્યાહુના નેતૃત્વમાં ઈઝરાયેલ રશિયા સાથે મિત્રતા મજબૂત બનાવી શકે છે. નેતાન્યાહુનું આ પગલુ અમેરિકા માટે સૌથી મોટા આંચકારૂપ સાબિત થઈ શકે છે.
ઈઝરાયેલની વિદેશ નીતિમાં પરિવર્તનનો આ સંકેત 2 જાન્યુઆરીએ નવા વિદેશ મંત્રીના પ્રથમ જાહેર ભાષણમાં જોવા મળ્યો હતો. ઇઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું હતું કે, જ્યારે રશિયા અને યુક્રેનની વાત આવે ત્યારે નવી સરકાર વધુ કંઈ બોલવાથી બચશે. આમ તેમણે સંકેત આપ્યો કે નેતન્યાહૂ વહીવટીતંત્ર આ વિવાદમાં જાહેરમાં કોઈપણ સ્ટેન્ડ લેવાથી દૂર રહેશે. યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરતા પહેલા કોહેને તેના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કરી હતી.
રશિયાને વધુ સકારાત્મક સંકેતો આપતા નેતન્યાહુ
નિષ્ણાતોનું કહેવું છે કે, ઈઝરાયેલના આ નિર્ણયથી યુક્રેનને લઈને તણાવ વધી શકે છે. બાર ઇલાન યુનિવર્સિટીના રાજકીય બાબતોના વડા જોનાથન રેઇનહોલ્ડે કહ્યું હતું કે, ઇઝરાયેલની નવી અને જૂની સરકારો વચ્ચેનો તફાવત એ છે કે નેતન્યાહૂના અગાઉની સરકાર 100 ટકા યુક્રેન તરફી વિચારધારામાં માનતી હતી. અગાઉની સરકાર રશિયાને સંપૂર્ણપણે અલગ પાડ્યા વિના યુક્રેનને મદદ કરવા માટે શક્ય તેટલું તમામ કરી રહી હતી. નેતન્યાહુ સરકાર વિચારધારાને લઈને બહુ ચિંતિત નથી.
અલજઝીરાના અહેવાલ મુજબ, ઈઝરાયેલની નવી સરકાર રશિયાને વધુ સકારાત્મક સંકેતો આપવા જઈ રહી છે. આ સાથે જ તે તેની લાંબા સમયથી ચાલતી વિદેશ નીતિ યથાવત રાખી રહી છે. રેઈનહોલ્ડે કહ્યું હતું કે, 'રશિયા અને યુક્રેનને લઈને ઈઝરાયેલના બે મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા હિત છે જેના પર દેશમાં સામાન્ય સર્વસંમતિ છે. પહેલું અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખવાનું છે અને બીજું રશિયાનું માનવું છે કે ઈઝરાયેલને સીરિયાની અંદર ઈરાની સૈનિકો અને હથિયારોને લશ્કરી રીતે નિશાન બનાવવાની સ્વતંત્રતા છે. આ માટે ઇઝરાયેલ અને રશિયન દળો વચ્ચે સક્રિય સમન્વયની જરૂર પડશે જેથી બે સૈનિકો વચ્ચે કોઈ સંઘર્ષ ના સર્જાય.