શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રિપોર્ટમાં દાવો-સુલેમાનીની હત્યામાં ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુલેમાનીના મોત પાછળ ઇઝરાયલની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
નવી દિલ્હીઃ ઇરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીને માર્યા બાદ ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ઇરાને તેનો બદલો લેવા માટે ઇરાકમા આવેલા અમેરિકાના આર્મી બેઝ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. આ વચ્ચે એક એવા રિપોર્ટ સામે આવ્યા છે જેમાં ઇરાન અને ઇઝરાયલના સંબંધો પણ વણસી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુલેમાનીના મોત પાછળ ઇઝરાયલની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
એક અમેરિકન ન્યૂઝ એજન્સીના મતે કાસિમ સુલેમાનીની હત્યામાં આંતરિક રીતે ઇઝરાયલે અમેરિકાને મદદ કરી હતી. એનબીસી ન્યૂઝ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ જાન્યુઆરીના રોજ સુલેમાનીને ઠાર મારવાના ઓપરેશનમાં ઇઝરાયલે અનેક ગુપ્ત જાણકારીઓ અમેરિકાને આપી હતી.
સુલેમાની ઇરાકના બગદાદ એરપોર્ટ પર આવશે તેવી જાણકારી મળ્યા બાદ તેને કન્ફર્મ કરવામાં ઇઝરાયલે પુષ્ટી કરવામાં મદદ કરી હતી. ઇઝરાયલે અમેરિકાને જાણકારી આપી હતી કે સુલેમાની દમિશ્કથી બગદાદ માટે ઉડાણ ભરવાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion