શોધખોળ કરો
Advertisement
આતંકી મસૂદ અઝહરને આ દેશે આપ્યો મોટો ઝાટકો, તમામ પ્રોપર્ટી કરશે જપ્ત
નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ આતંકી મસૂદ અઝહરને ફ્રાન્સ સરકારે મોટો ઝાટકો આપ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સરકારે ફ્રાન્સમાં રહેલી મસૂદની સંપત્તી જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. જૈશની વિરુદ્ધ ફ્રાન્સની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
ફ્રાન્સ સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ફ્રાન્સ મસૂદને યૂરોપિયન યૂનિયનની આતંકવાદી યાદીમાં સામેલ કરવાને લઈને રજૂઆત કરશે. બીજી તરફ, પાકિસ્તાન ઉપર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહી કરવાને લઈ જોરદાર વૈશ્વિક દબાણ છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ પહેલા પણ આતંકી મસૂદ અઝહરની વિરુદ્ધ ભારતને ફ્રાન્સથી મોટી મદદ મળી હતી. પુલવામા હુમલા પર ભારતને ફ્રાન્સનું મોટું સમર્થન મળ્યું હતું. ફ્રાનસ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવ્યું હતું.Reuters: France says it has decided to freeze the French assets of Jaish-e-Mohammed Chief Masood Azhar pic.twitter.com/mtMGuazFii
— ANI (@ANI) March 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement