US Student Loan: અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેનની મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ લોન માફ કરાશે
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકન વિદ્યાર્થીઓને રાહત આપતા મોટી જાહેરાત કરી છે
US Student Loan: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકન વિદ્યાર્થીઓને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. અમેરિકન વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક 1,25,000 ડોલર કરતાં ઓછી છે તેમની લોન માફ કરવામાં આવશે. વિદ્યાર્થીની લોનમાં ઘટાડો કરવો એ બાઇડેન સરકારનું મોટું ચૂંટણી વચન હતું.
In keeping with my campaign promise, my Administration is announcing a plan to give working and middle class families breathing room as they prepare to resume federal student loan payments in January 2023.
— President Biden (@POTUS) August 24, 2022
I'll have more details this afternoon. pic.twitter.com/kuZNqoMe4I
તેમણે આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં ચૂંટણીમાં જે વચન આપ્યું હતું તે હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. મધ્યમ વર્ગને થોડી રાહત આપવા માટે અમે જાન્યુઆરી 2023માં કેટલીક અમેરિકન સ્ટુડન્ટ લોન માફ કરવા અથવા કાપવા જઈ રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વિદ્યાર્થીઓની લોન માફ કરવાની જાહેરાત કરી છે. પરંતુ તેમણે કેટલીક શરતો સાથે આ જાહેરાત કરી છે.
જો તમે પેલ ગ્રાન્ટ પર કૉલેજમાં ગયા છો તો તમને 20,000 ડોલર રિબેટ મળશે, અને જો તમે Pell ગ્રાન્ટનો લાભ ન લીધો હોય તો 10,000 ડોલરનું ડિસ્કાઉન્ટ મળશે. તેના પર પણ આ છૂટ ફક્ત તે લોકોને જ મળશે જેમની વાર્ષિક આવક 125,000 ડોલરથી ઓછી છે.
બાઇડન સરકારે ડિસેમ્બર 2022 સુધી લોનની ચુકવણીમાં ઘટાડો કર્યો છે. 31મી ડિસેમ્બર 2022 સુધી કોઈ લોન આપવાની રહેશે નહીં. આ પછી પણ જો તમે લોન જમા કરો છો, તો તમારે તે લોન માટે તમારી આવકનો માત્ર 5 ટકા જ જમા કરવો પડશે. દાખલા તરીકે જો તમારી આવક દર મહિને 100 રૂપિયા છે, તો તમારે માત્ર 5 રૂપિયા લોનનો હપ્તો જમા કરાવવો રહેશે.