India A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન
ન્યુઝીલેન્ડની A ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. અહીં ટીમ ત્રણ ચાર દિવસીય અને ત્રણ વન-ડે મેચ રમશે.
નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડની A ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. અહીં ટીમ ત્રણ ચાર દિવસીય અને ત્રણ વન-ડે મેચ રમશે. આ માટે બુધવારે BCCIએ ટીમ ઇન્ડિયા Aની જાહેરાત કરી હતી. આવતા મહિને ન્યુઝીલેન્ડ A સામેની ચાર દિવસીય મેચો માટે ભારત A ટીમની પસંદગી કરી છે. બેંગલોર અને હુબલીમાં મેચો યોજાશે. ચેન્નાઈમાં રમાનારી વન-ડે મેચ માટેની ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
NEWS - India A squad for four-day matches against New Zealand A announced.@PKpanchal9 to lead the team for the same.
— BCCI (@BCCI) August 24, 2022
Full squad details here 👇https://t.co/myxdzItG9o
પ્રિયાંક પંચાલ બન્યો કેપ્ટન
ગુજરાતી બેટ્સમેન પ્રિયંક પંચાલને ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ટીમ ઈન્ડિયા Aની જવાબદારી સોંપવામાં આવી છે. તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ આ ટીમમાં ઉમરાન મલિકનું નામ પણ સામેલ છે. આમાં બે વિકેટકીપર કેએસ ભરત અને ઉપેન્દ્ર યાદવને પણ લેવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં અભિમન્યુ ઈશ્વરન , રૂતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા જેવા નામ સામેલ છે. જ્યારે બોલિંગ યુનિટમાં કુલદીપ યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઉમરાન મલિક, મુકેશ કુમાર, યશ દયાલ, અર્જન નાગવાસવાલા સામેલ છે.
ભારત એ ટીમ
પ્રિયાંક પંચાલ (કેપ્ટન), અભિમન્યૂ ઇશ્વરન, રૂતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, સરફરાજ ખાન, તિલક વર્મા, કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ, કુલદીપ યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, ઉમરાન મલિક, મુકેશ કુમાર, યશ દલાલ, અર્જન નાગવાસવાલા
Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો
PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....