શોધખોળ કરો
અમેરિકાઃ ભારતીય મૂળની કમલા હેરિસ હશે ઉપ-રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર
જો બાઇડન ત્રણ નવેમ્બરથી રાષ્ટ્રપતિ પદ માટે થનાર ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે છે. ટ્રમ્પ રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર છે.

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઇડને સાંસદ કમલા હૅરિસને ઉપ-રાષ્ટ્રપતિપદ માટે પોતાનાં ઉમેદવાર જાહેર કર્યાં છે. તેમનાં મૂળ ભારતમાં પણ છે. તેઓ ભારતીય-જમાઇકન મૂળનાં છે. અમેરિકી ઇતિહાસમાં આ પદ માટે લડનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે.
૫૫ વર્ષીય કેલિફોર્નિયા ના સાંસદ કમલા હેરિસ એક સમયે રાષ્ટ્રપતિ પદ માટે જો બાઇડનને પડકારતી હતી. હવે બિડનેએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના તેમના સાથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. બિડને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. કમલા હેરીસની માતા સાઉથ ઇન્ડિયન છે તો પિતા જમૈકા થી છે. કમલા ના નાના ભારતમાં IAS ઓફિસર હતા. કમલાનો પતિ યહૂદી છે.
કેલિફોર્નિયાથી સાંસદ કમલા હેરિસ એક સમયે જો બાઇડનને રાષ્ટ્રપતિ પદ માટે પડકાર આપ્યો હતો. હવે બિડને તેને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે પોતાના સાથી ઉમેદવારની પસંદગી કરી છે. બિડને ટ્વટી કરીને ખુદ આ વાતની જાણકારી આપી છે.
જો બાઇડન અમેરિકાના લોકોને એકસાથે લાવી શકે છે- કમલા હેરિસ
ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા બાદ કમલા હેરિસે કહ્યું કે, જો બાઇડન અમેરિકાના લોકોને એકસાથે લાવી શકે છે, કારણ કે તેમણે પોતાનું સમગ્ર જીવન લોકો માટે લડતા વિતાવ્યું છે. તેઓ એક એવું અમેરિકા બનાવશે જે આપણા આદર્શો પર ખરા ઉતરશે. હું ઉપ રાષ્ટ્રપતિ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે સામેલ થવા માટે સન્માનિત અનુભવી રહી છું.
એટોર્ની જનરલ પણ રહી ચૂક્યા છે કમલા
નોંધનીય છે કે, કમલા કેલીફોર્નિયાની એટોર્ની જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ અમેરિકામાં પોલીસ સુધારાની મોટી સમર્થક રહ્યા છે. જો બાઇડન ત્રણ નવેમ્બરથી રાષ્ટ્રપતિ પદ માટે થનાર ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે છે. ટ્રમ્પ રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
