શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કઝાકિસ્તાનમાં મોટી દૂર્ઘટનાઃ 100 પેસેન્જર લઇને જઇ રહેલુ વિમાન ક્રેશ, 9 લોકોના મોત
વિમાન અલમાતી શહેરની રાજધાની નૂર-સૂલતાન તરફ જઇ રહ્યું હતુ, તે સમયે જ ક્રેશ થયુ હતુ
નૂર-સુલતાનઃ કઝાકિસ્તાનમાં એક મોટી વિમાન દૂર્ઘટના ઘટી છે. કઝાકિસ્તાનમાં 100થી વધુ પેસેન્જરોને લઇને જઇ રહેલુ વિમાન ક્રેશ થઇ ગયુ છે. કહેવાયુ રહ્યું છે કે અલમાતી એરપોર્ટ પર ટેકએફ દરમિયાન આ વિમાન દૂર્ઘટનાગ્રસ્થ થઇ ગયુ હતુ, જેમાં અત્યાર સુધી લગભગ 9 લોકોના મોત થયાના સમાચાર છે.
આ વિમાન અલમાતી શહેરની રાજધાની નૂર-સૂલતાન તરફ જઇ રહ્યું હતુ, તે સમયે જ ક્રેશ થયુ હતુ.
રૉયયર્સ પ્રમાણે, શુક્રવારે કઝાકિસ્તાનના અલમાતી શહેરમાં જે વિમાન દૂર્ઘટના થઇ, તેમાં 95 યાત્રી અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. આ માહિતી સેન્ટ્રલ એશિય નેશને આપી છે.Plane with 100 people on board crashes in Kazakhstan, emergency services at the site - Almaty airport: Reuters pic.twitter.com/5F2q6jVD22
— ANI (@ANI) December 27, 2019
મનાઇ રહ્યુ છે કે, ટેકઓફ બાદ લૉકલ સમયાનુસાર સવારે 7:22 વાગે વિમાનનુ સંતુલન બગડ્યુ હતુ. બાદમાં તે બે માળની ઇમારત સાથે અથડાઇ ગયુ હતુ. યાત્રીઓને બહાર કાઢવા માટે બચાવ અને રાહત કાર્ય શરૂ થઇ ગયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion