શોધખોળ કરો
Advertisement
કોલંબો સહિત 3 શહેરોમાં 8 સીરિયલ બ્લાસ્ટ, 262નાં મોતથી હચમચી ઉઠ્યું શ્રીલંકા
શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં 4 ભારતીયોનો પણ સામેલ છે.
કોલંબોઃ શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના રોયટર્સના દાવા મુજબ, આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.
શરૂઆતના 6 વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે 8:45 વાગ્યે થયા હતાં. જ્યારે બાકીના બે વિસ્ફોટ બપોરે બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયા હતા. 2009માં શ્રીલંકામાં તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)નો ખાતમો થઈ ગયો હતો ત્યાર બાદનો આ સૌથી મોટો હુમલો છે.
પહેલો વિસ્ફોટ કોલંબોના કોચ્ચિકડેમાં સ્થિત સેંટ એન્થની ચર્ચમાં સ્થાનિક સમય મુજબ 8:45 વાગ્યે થયો હતો ત્યાર બાદ નેગોંબોના કતુવપિતિયામાં સ્થિત સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોઆ સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો હતો. આ ઉપરાંત કોલંબોમાં શાંગરી લા હોટલ, કિંગ્સબરી હોટલ અને સિનમન ગ્રાંડ હોટલમાં બ્લાસ્ટ થયા.
કોલંબોમાં કોચ્ચકિડેના સેન્ટ એન્થની ચર્ચમાં પહેલો વિસ્ફોટ થયો હતો. પશ્ચિમ કિનારાના શહેર નેગેમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં બીજો વિસ્ફોટ થયો હતો જ્યારે બટ્ટીકાલોના સેન્ટ માઈકલ જિયોન ચર્ચમાં ત્રીજો વિસ્ફોટ થયો હતો.
કોલંબોની ફાઈવ સ્ટાર હોટેલ શાંગ્રીલા, દ સિનેમોન ગ્રાંડ અને ધ કિંગ્સબેરીમાં 3 વિસ્ફોટ થયા હતાં. બપોરે એક વિસ્ફોટ દેહીવાલા ઝૂ નજીક આવેલી રેસ્ટોરન્ટ પાસે અને બીજો કોલંબોમાં ડેમાટોગોડામાં વિસ્ફોટ થયો હતો.
The attack on Churches in #SriLanka during Easter celebration is not different from Christchurch attack or Mecca Masjid Blast in India. Majoritarian terrorists choose a day of festival to attack minorities so that they can cause more harm. pic.twitter.com/1LWxxzHoN7
— Md Asif Khan آصِف (@imMAK02) April 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement