(Source: ECI/ABP News/ABP Majha)
GK Story: આ આઇલેન્ડ દર 6 મહિને બદલી નાંખે છે પોતાનો દેશ, 364 વર્ષોથી થઇ રહ્યું છે આવુ....
આ આઇલેન્ડનું નામ ફીઝેન્ટ દ્વીપ છે. આ આઇલેન્ડ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે. વર્ષ 1959માં આઇલેન્ડને લઇને એક કરાર થયો હતો,
GK Story: જ્યાં એકતરફ આખી દુનિયામાં દેશ પોતાની સીમાઓને લઇને લડી રહી છે, પછી ભલે રશિયા યૂક્રેન હોય કે ભારત-ચીન દરેક જગ્યાએ સીમા વિવાદ ચરમ પર છે. એટલે કે સુધી કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે પણ સીમા વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે તો આ વિવાદના કારણે એકવાર ચીન સાથે તો બે વાર પાકિસ્તાન સાથે યુદ્ધ પણ લડી લીધુ, રશિયા અને યૂક્રેન વચ્ચે તો યુદ્ધ હજુ ચાલી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે દુનિયામાં એક એવો આઇલેન્ડ (ટાપુ) છે, જે દર 6 મહિને પોતાનો દેશ બદલી નાંખે છે, આ કોઇ કહાણી નથી પરંતુ પુરેપુરી રીતે સત્ય વાત છે. આ અનોખા આઇલેન્ડ પર 6 મહિના સુધી એક દેશનુ શાસન રહે છે, અને છ મહિના બાદ બીજા દેશનું.
કયો છે આ આઇલેન્ડ (ટાપુ) -
આ આઇલેન્ડનું નામ ફીઝેન્ટ દ્વીપ છે. આ આઇલેન્ડ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે. વર્ષ 1959માં આઇલેન્ડને લઇને એક કરાર થયો હતો, જે અંતર્ગત 6 મહિના આ આઇલેન્ડ પર ફ્રાન્સનું શાસન રહે છે અને છ મહિના સ્પેનનું શાસન રહે છે. સૌથી મોટી વાત તો એ છે કે, ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય આ આઇલેન્ડને લઇને કોઇ યુદ્ધ નથી થયુ. એકદમ શાંતિપ્રિય રીતે ફ્રાન્સ અને સ્પેન દર છ મહિના થવા પર આ આઇલેન્ડ પર શાસન કરે છે.
કેમ થયો હતો આ કરાર -
વર્ષ 1959 માં ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આ આઇલેન્ડને લઇને જે કરાર થયો તેને પાયનીસ સંધિના નામથી ઓળખવામાં આવે છે. ખરેખરમાં આ આઇલેન્ડ 200 મીટર લાંબો અને લગભગ 40 મીટર પહોળો છે. એક નદીની વચ્ચે આવેલો આ આઇલેન્ડ સદીઓથી આ કશમકશમાં હતો કે, આના પર શાસન કોણું થશે. જે પછી ફ્રાન્સ અને સ્પેને પોતાની આપસી સહમતીથી આ આઇલેન્ડને લઇને એક કરાર કર્યો, અને આ કરારમાં એ શરત માનવામાં આવી કે છ મહિના આ આઇલેન્ડ ફ્રાન્સની પાસે રહેશે અને છ મહિના આના પર સ્પેનનો કબજો રહેશે. ઉલ્લેખનીય છે કે, આ સિવાય પણ દુનિયામાં કેટલાય ટાપુઓ એવા છે જે વિચિત્ર રીતે રહસ્યોથી ભરેલા છે.