અમેરિકાના વિઝા માટે નવો ફતવો, સોશિયલ મીડિયા એકાઉન્ટ ન હોય તો નહીં મળે વિઝા
હવે વિઝા મેળવવા માંગતા લોકોના સોશલ મીડિયા એકાઉન્ટની પોસ્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવશે

અમેરિકાના વિઝા માટે હવે ટ્રમ્પ સરકારે નવો ફતવો બહાર પાડ્યો હતો. હવે વિઝા મેળવવા માંગતા લોકોના સોશલ મીડિયા એકાઉન્ટની પોસ્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છતા લોકો જો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને Xમાં એકાઉન્ટ નહીં ધરાવતા હોય તો તેના અમેરિકા વિઝા આપવામાં નકારી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રીએ કોન્સ્યુલેટના અધિકારીઓને સૂચના આપી કે હાવર્ડ યુનિવર્સિટી જવાની આશા રાખતા તમામ વિદેશીઓના સોશલ મીડિયા પ્રોફાઈલની તપાસ કરવી જોઇએ. આખા વિશ્વમાં અમેરિકા દૂતાવાસને આ સંદેશો મોકલવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ સૂચના અપાઈ કે જે લોકો ફોન પર ઓનલાઈન હાજર ન હોય તેમના વિઝા નકારવામાં આવી શકે છે. નવા નિયમો ભવિષ્યની સુરક્ષા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ કરશે. આ આદેશની અસર હાલના વિદ્યાર્થીઓ, ભવિષ્યમાં અમેરિકા અભ્યાસ અર્થે આવનારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો, ગેસ્ટ સ્પીકર અને પર્યટકને થશે.
અમેરિકાથી ભારતમાં રૂપિયા મોકલવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.
અમેરિકામાં વસતા ભારતીયો પર રેમિટન્સનો બોજો વધ્યો છે. હવે અમેરિકાથી ભારત 83 હજાર રૂપિયા મોકલનારને 2900 રૂપિયાનો રેમિટન્સ ટેક્સ લાગશે. અમેરિકાના વિઝાધારક, બિનનિવાસી ભારતીયોએ હવે અમેરિકાથી ભારત નાણાં મોકલવા માટે ટેક્સ ચૂકવવો પડશે. અમેરિકાની સરકારે વન બિગ બ્યૂટીફૂલ બિલના માધ્યમથી કરેલી જોગવાઈ કાયદાનું સ્વરૂપ ધારણ કરી લેશે તે પછી અમેરિકાથી ભારત નાણાં મોકલનારને માથે 3.5 ટકાના ટેક્સનો બોજો પડશે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે વન બિગ બ્યૂટીફૂલ બિલ પસાર કરી દીધું છે. આ બિલના માધ્યમથી અમેરિકાનું નાગરિકત્વ ન ધરાવતા લોકોને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. અત્યારે અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવતા નાણાં પર આવકવેરા ઉપરાંત 5 ટકા રેમિટન્સ ટેક્સ લાગુ પડશે. જેની સીધી અસર બિન નિવાસી ભારતીય, એચ-1બી વિઝા ધારક, એલ-1 વિઝા ધારક, એફ-1 વિઝા ધારક અને ગ્રીન કાર્ડ ધારક પર પડશે. અમેરિકાની સરકારે પસાર કરેલા પ્રસ્તૂત ખરડાને પરિણામે વિશ્વસ્તરે થતી નાણાંની હેરાફેરી પર નિયંત્રણ આવી જશે. વર્ષ 2023-24ના વર્ષમાં અમેરિકામાંથી ભારતમાં 33 અબજ ડોલર મોકલવામાં આવ્યા હતાં. અમેરિકામાંથી વિદેશમાં મોકલવામાં આવતા કુલ નાણાંનો 28 ટકા જેટલો હિસ્સો હતો.




















