Pilot Dies In Flight: ચાલુ ફ્લાઇટમાં જ પાયલટ થઇ ગયો બેભાન, પ્રવાસીના જીવ તાળવે ચોંટ્યાં
Pilot Dies In Flight Bathroom: મિયામીથી ચિલી જઈ રહેલી કોમર્શિયલ ફ્લાઈટના પાયલોટનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હતું, ત્યારબાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
Pilot Dies In Flight: મિયામીથી ચિલીની રાજધાની સેન્ટિયાગો જઈ રહેલી એક કોમર્શિયલ ફ્લાઈટમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે લોકોએ ફ્લાઈટના બાથરૂમમાં પાઈલટને બેભાન અવસ્થામાં જોયો. દુર્ઘટના સમયે LATAM એરલાઇન્સની ફ્લાઇટમાં કુલ 271 મુસાફરો સવાર હતા. આ ઘટના ટેક ઓફના 3 કલાક બાદ બની હતી. પાયલોટ બાથરૂમમાં પડી ગયા બાદ વિમાને ઉતાવળમાં પનામામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ ઘટના ગયા રવિવારે (13 ઓગસ્ટ) બની હતી. જ્યારે LATAM એરલાઈન્સની આ ફ્લાઈટ 56 વર્ષીય પાઈલટ ઈવાન એન્ડૌર ચલાવી રહ્યો હતો. ટોક્યુમેન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતાં જ 2 ડોક્ટરો અને નર્સોની ટીમે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. પ્રાથમિક તપાસમાં તબીબોને જાણવા મળ્યું કે પાયલટનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.
મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ બાદ પણ ન બચી જિંદગી
આ ઘટના પછી, સોમવારે (14 ઓગસ્ટ) ના રોજ એરલાઇન દ્વારા જાહેરી કરવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, LA505, જે મિયામીથી સેન્ટિયાગો જઈ રહ્યું હતું, તેને મેડિકલ ઈમરજન્સીના કારણે પનામાના ટોક્યુમેન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું જો કે તેમ છતાં પાયલટનો જિંદગી ન બચાવી શકાય.
પાયલોટ બાથરૂમમાં બેભાન હાલતમાં મળ્યો
LATAM એરલાઈન્સે પાઈલટના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. રિપોર્ટ અનુસાર, ફ્લાઈટ ફરી ઉડાન ભરે તે પહેલા પનામા સિટીની હોટલોમાં કુલ 271 મુસાફરોને રાખવામાં આવ્યા હતા. આ દુર્ઘટના પછી, ફ્લાઇટ મંગળવારે (15 ઓગસ્ટ) ના રોજ પનામા સિટીથી ટેક ઓફ કરીને ચિલી પહોંચી હતી.
ફ્લાઇટના એક મુસાફરે જણાવાયું કે, ટેકઓફ થયાના 40 મિનિટ પછી ઇવાન એન્ડૌરે અસ્વસ્થતા અનુભવી હતી, પરંતુ જ્યારે તે બાથરૂમમાં બેહોશ થઇ ગયા બાદ ત્યારે કો-પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.