'ભારતને જુઓ અને આપણે...', ડોનાલ્ડ ટ્રમ્પે કઇ વાત પર ઇન્ડિયાની કરી પ્રસંશા ?
Latest News: આદેશમાં ભારત અને બ્રાઝિલનું ઉદાહરણ આપતા કહ્યું કે બંને દેશો વૉટર આઈડીને બાયૉમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યાં છે

Latest News: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ચૂંટણી પ્રણાલીમાં ફેરફાર કરવાના તેમના એક્ઝિક્યૂટિવ આદેશમાં ભારત અને બ્રાઝિલનું ઉદાહરણ આપતા કહ્યું કે બંને દેશો વૉટર આઈડીને બાયૉમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યાં છે જ્યારે યુએસ નાગરિકતા માટે સ્વ-ચકાસણી પર આધાર રાખે છે.
મંગળવારે (25 માર્ચ, 2025) ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા વ્યાપક એક્ઝિક્યૂટિવ ઓર્ડરમાં જણાવાયું છે કે સ્વ-શાસનની અગ્રણી પ્રણાલી હોવા છતાં, યુએસ હજુ સુધી બંને દેશો દ્વારા ઉપયોગમાં લેવાતી મૂળભૂત અને જરૂરી ચૂંટણી સુરક્ષાનો અમલ કરવામાં નિષ્ફળ ગયું છે.
આદેશ મુજબ, 'ઉદાહરણ તરીકે, ભારત અને બ્રાઝિલ મતદાર ઓળખને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યા છે, જ્યારે યૂનાઇટેડ સ્ટેટ્સ નાગરિકતા માટે સ્વ-ચકાસણી પર ખૂબ આધાર રાખે છે.' આમાં કહેવામાં આવ્યું કે"મત ગણતરીમાં જર્મની અને કેનેડાને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેરમાં ગણતરી કરાયેલા કાગળના મતપત્રોનો ઉપયોગ કરવાની જરૂર છે, જે યુએસ મતદાન પદ્ધતિઓના 'પેચવર્ક'ની તુલનામાં વિવાદોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરે છે," આદેશમાં જણાવાયું છે કે "વધુમાં, જ્યારે ડેનમાર્ક અને સ્વીડન જેવા દેશો સમજદારીપૂર્વક 'મેઇલ દ્વારા મતદાન' કરવા પર પ્રતિબંધ મૂકે છે જેઓ વ્યક્તિગત રીતે મતદાન કરી શકતા નથી અને મતદાન કયા તારીખે મોકલવામાં આવ્યું હતું તે ધ્યાનમાં લીધા વિના મોડા મતદાનની ગણતરી કરતા નથી, ઘણી યુ.એસ. ચૂંટણીઓમાં હજુ પણ ટપાલ દ્વારા સામૂહિક મતદાનનો સમાવેશ થાય છે, જેમાં ઘણા અધિકારીઓ તારીખ વિનાના મતપત્રો અથવા ચૂંટણીના દિવસ પછી પ્રાપ્ત થયેલા મતપત્રો સ્વીકારે છે,"
આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચ મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં બાયોમેટ્રિક ડેટાબેઝ છે. ચૂંટણી પંચે 18 માર્ચે કહ્યું હતું કે આવી કવાયત માટે તેના નિષ્ણાતો અને યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) વચ્ચે ટૂંક સમયમાં ટેકનિકલ પરામર્શ શરૂ થશે.
ચૂંટણી પંચે કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, પરંતુ આધાર વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે, નાગરિકતા કે મતદાર તરીકે નોંધણીનો અધિકાર નહીં. રાષ્ટ્રપતિએ "કોઈપણ છેતરપિંડી, ભૂલ કે શંકા વિના મુક્ત, ન્યાયી અને પ્રામાણિક ચૂંટણીઓ" માટે હાકલ કરી.

