શોધખોળ કરો
Advertisement
નદીની સફાઇ કરવા પહોંચેલા શખ્સ પર 13 ફૂટ લાંબા મગરે અચાનક કર્યો હુમલો, તો શખ્સ પકડીને ધકેલી દીધો પાછો, જુઓ વીડિયો
મેટ રાઇટે આ વીડિયોને પાંચ દિવસ પહેલા શેર કર્યો હતો, મગરનુ નામ તેને "બૉનક્રન્ચર" બતાવ્યુ હતુ. વીડિયોમાં મેટ મગરને શાંતિથી ચાલ્યો જવા માટે કહી રહ્યો છે. વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રહેનારા મેટ રાઇટનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, મેટ રાઇટ આઉટબેક રેન્ગલર મેટ રાઇટ નામના એક ટેલિવિઝન શૉમાં પણ અભિનય કરે છે. તાજેતરમાં જ તેને સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ધીરે ધીરે પાણીમાં ઉતરી રહ્યો છે, અને આરામથી મગરને પાણીમાં ધકેલી રહ્યો છે, વીડિયો મેટ રાઇટ મગરનુ જડબુ પણ પકડી રાખ્યુ છે.
ધ ગાર્જિયન અનુસાર, મેટ રાઇટ ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય વિસ્તારમાં નદીના રસ્તે લૉગની સફાઇ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને સામનો એક મોટા મગર સાથે થયો. મગરે પોતાનુ જડબુ ફાડીને શિકાર કરવાની કોશિશ કરી કે, મેટે તરત જ તેનુ જડબુ પકડીને બંધ કરી દીધુ હતુ. વીડિયોમાં મેટ એકદમ આરામથી મગરનુ જડબુ પકડીને તેને બંધ કરી રહ્યો છે.
મેટ રાઇટે આ વીડિયોને પાંચ દિવસ પહેલા શેર કર્યો હતો, મગરનુ નામ તેને "બૉનક્રન્ચર" બતાવ્યુ હતુ. વીડિયોમાં મેટ મગરને શાંતિથી ચાલ્યો જવા માટે કહી રહ્યો છે. વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement