ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Iran Israel Crisis: દુનિયાભરમાં અત્યારે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ચર્ચાનો વિષય બન્યુ છે. આ દિવસોમાં ઈઝરાયેલ ઈરાન, હિઝબુલ્લાહ, હુતી અને ગાઝા સાથે સર્વાંગી યુદ્ધ લડી રહ્યું છે
Iran Israel Crisis: દુનિયાભરમાં અત્યારે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ ચર્ચાનો વિષય બન્યુ છે. આ દિવસોમાં ઈઝરાયેલ ઈરાન, હિઝબુલ્લાહ, હુતી અને ગાઝા સાથે સર્વાંગી યુદ્ધ લડી રહ્યું છે. તેના રૉકેટ અને મિસાઈલ દુશ્મનોને ચારેબાજુથી ત્રાટકી રહ્યાં છે. સાથે જ ઈઝરાયેલ પણ દુશ્મનોના સતત હુમલાનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા પગલાં ભર્યા છે, જેમાં સૌથી મહત્ત્વની સિસ્ટમ છે ‘આયર્ન ડૉમ’ સિસ્ટમ. આ એક ઉત્તમ મિસાઈલ સંરક્ષણ પ્રણાલી છે, જેને ખાસ કરીને નાના રૉકેટ અને આર્ટિલરી શેલ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. આ સિસ્ટમ ઈઝરાયેલની સુરક્ષામાં ખાસ ભૂમિકા ભજવી રહી છે, ખાસ કરીને ત્યારથી આસપાસના વિસ્તારોમાં તણાવ વધી ગયો છે.
ક્યારે ઇઝરાયેલે લગાવ્યું હતુ ‘આયર્ન ડૉમ’ ?
‘આયર્ન ડૉમ’ એક મોબાઇલ અને ઓટોમેટેડ સિસ્ટમ છે, જે સૌપ્રથમ 2011 માં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેની વિશેષતા એ છે કે તે દુશ્મન મિસાઈલ અને રૉકેટને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ છે. આયર્ન ડૉમમાં રડાર સિસ્ટમ, કંટ્રોલ સેન્ટર અને ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો સમાવેશ થાય છે. જ્યારે મિસાઈલ લૉન્ચ કરવામાં આવે છે, ત્યારે રડાર તેને ટ્રેક કરે છે અને નિયંત્રણ કેન્દ્ર નક્કી કરે છે કે તેને અટકાવવી જોઈએ કે નહીં. જો ખતરો ગંભીર હોય તો ઈન્ટરસેપ્ટર મિસાઈલ તેનો નાશ કરે છે.
નોંધનીય છે કે, તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલે ખાસ કરીને ગાઝા પટ્ટી અને લેબનાનની સરહદ નજીક તેના ‘આયર્ન ડૉમ’ની તૈનાતી વધારી છે. 2023 માં ઇઝરાયલે ગાઝા તરફથી આવતા મિસાઇલોના જોખમને ધ્યાનમાં રાખીને તેના સુરક્ષા પગલાં મજબૂત કર્યા છે, અને આયર્ન ડૉમે ઘણા સફળ અવરોધો કર્યા છે, તેથી આયર્ન ડૉમની મદદથી ઇઝરાયેલ ગાઝા તરફથી આવતા 90 ટકાથી વધુ રૉકેટને અટકાવી શકે છે. સફળતાપૂર્વક તેને આ કાર્ય પૂર્ણ પણ કર્યુ છે.
અન્ય દેશોમાં પણ કરવામાં આવી શકે છે લાગુ
‘આયર્ન ડૉમ’ સિસ્ટમ માત્ર ઇઝરાયેલની સુરક્ષાનું સાધન નથી, પરંતુ તે એક વ્યૂહાત્મક સાધન પણ છે જે અન્ય દેશોમાં પણ લાગુ કરી શકાય છે. આ સિસ્ટમના વિકાસ માટે અમેરિકાએ ઈઝરાયેલને આર્થિક મદદ કરી છે. તાજેતરમાં યૂએસ સેનેટે આયર્ન ડૉમ માટે વધારાની નાણાકીય સહાયને મંજૂરી આપી છે, જેણે આ સિસ્ટમના અમલીકરણમાં મદદ કરી છે.
જોકે, આયર્ન ડૉમની જમાવટ અને ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી છે. કેટલાક માનવાધિકાર સંગઠનો ચિંતા વ્યક્ત કરે છે કે આ સિસ્ટમ ઇઝરાયેલની આક્રમકતા વધારી રહી છે અને પેલેસ્ટિનિયન નાગરિકોને અસર કરી રહી છે.
ક્યારે ‘આયર્ન ડૉમ’ પ્રણાલી થઇ શકે છે ફેલ
આયર્ન ડોમ અસરકારક સંરક્ષણ પ્રણાલી હોવા છતાં તે પડકારોનો સામનો પણ કરી શકે છે. ખાસ કરીને જો દુશ્મન એકસાથે અનેક રૉકેટ લૉન્ચ કરે તો આ સિસ્ટમ દબાણમાં આવી શકે છે. વધુમાં જેમ જેમ ટેક્નોલોજી આગળ વધે છે તેમ તેમ વિરોધીઓ વધુ અદ્યતન રૉકેટ અને મિસાઈલ ટેકનોલોજી વિકસાવી શકે છે.
આ પણ વાંચો