શોધખોળ કરો
Advertisement
બ્રિટનમાં લાખોપતિ ગુજરાતી યુવાનને કેમ નોકરીમાંથી સસ્પેન્ડ કરાયો, કારણ જાણીને ચોંકી જશો
લંડનમાં કેનેરી વાર્ફમાં કંપનીનાં યુરોપ માટેના હેડ ક્વાર્ટરમાંથી પૈસાની ચૂકવણી કર્યાં વગર ફુડ પેકેટ લઈ જવાનો પારસ શાહ પર આરોપ હતો
લંડનમાં સીટી ગ્રુપ સાથે કામ કરનાર ગુજરાતી મૂળના એક બોન્ડ વિક્રેતાને ઓફિસની સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવિચની ચોરી કરવાના આરોપ બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું.
લંડનમાં કેનેરી વાર્ફમાં કંપનીનાં યુરોપ માટેના હેડ ક્વાર્ટરમાંથી પૈસાની ચૂકવણી કર્યાં વગર ફુડ પેકેટ લઈ જવાનો પારસ શાહ પર આરોપ હતો તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
આરોપો અંગે ખુલાસો નહીં કરનાર 31 વર્ષના પારસ શાહ યુરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકા માટો બોન્ડ ટ્રેડિંગના ઉચ્ચ વળતર આપતાx સીટી ગ્રુપના ઉચ્ચ હોદ્દાને છોડીને ગયા મહિને જતાં રહ્યા હતા. પારસ શાહની પ્રોફાઈલ પ્રમામે, તેઓ ઉત્તર લંડનની એક શાળામાં અભ્યાસ કર્યો હતો ને ત્યાર બાદ 2010માં યુનિ.ઓફ બાથમાં અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ થયા હતા.
એ જ વર્ષે શાહ એચએસબીસીના ફિક્સ્ડ ઈનકમ ટ્રેડિંગ વિભાગમાં જોડાયા હતા જ્યાં તેને વર્ષે 10 લાખ પાઉન્ડ મળતા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. હાઈયીલ્ડ બોન્ડ ટ્રેડર્સ વધુ જોખમી મનાતી કંપનીઓ ખરીદે છે અને વેચી મારે છે.
પારસ શાહના કેટલાક સાથીઓએ કહ્યું હતું કે, પારસના અનેક સંપર્કો હતા અને તે નોકરીમાં સફળ હતો. બ્રિટનનની નાણાંકીય સંસ્થાઓ તેમના સ્ટાફની ગેરરીતીઓ અંગે ખૂબ જ કડક વલણ ધરાવે છે. ન્યુયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી કંપનીએ સત્તાવાર રીતે કોઈ પણ કોમેન્ટ કરવા ઈન્કાર કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement