Alert: નૉર્થ કોરિયાએ બીજા દિવસે પણ મિસાઇલ મારો ચાલુ રાખ્યો, જાપાન ગભરાયુ-લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જવા આપી સલાહ
આ પહેલા કિમ જોંગ ઉને બુધવારે, 2 નવેમ્બર, 2022 ને દરિયામાં એકસાથે 23 મિસાઇલો છોડીને તોફાન મચાવી દીધુ હતુ.
North Korea Missile: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)એ ફરી એકવાર જાપાન (Japan)ની ઉપરથી બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile) છોડી છે. નોર્થ કોરિયાએ સતત બીજા દિવસે પણ મિસાઇલ મારો ચાલુ રાખ્યો છે, જેનાથી જાપાનમાં હડકંપ મચી ગયો છે અને લોકો ગભરાયા છે. જાપાન સરકારે આ નૉર્થ કોરિયાના આ કૃત્યને જોતા ઇમર્જન્સી એલર્ટ (Emergency Alert) જાહેર કરી દીધુ છે, અને લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જવા માટે સલાહ આપી દેવામાં આવી છે. આ વાતની જાણકારી જે-એલર્ટ ઇમર્જન્સી બ્રૉડકાસ્ટ સિસ્ટમે આપી છે.
આ પહેલા કિમ જોંગ ઉને બુધવારે, 2 નવેમ્બર, 2022 ને દરિયામાં એકસાથે 23 મિસાઇલો છોડીને તોફાન મચાવી દીધુ હતુ. નૉર્થ કોરિયા તરફથી છોડવામાં આવેલી આ મિસાઇલો કથિત રીતે જાપાનની ઉપરથી નીકળી હતી અને સમુદ્રમાં પડી હતી. આ કૃત્યને ધ્યાનમાં રાખીને જાપાને દેશમાં એલર્ટ જાહેર કરી દીધુ હતુ. લોકોને સુરક્ષિત જગ્યાએ પર પહોંચી જવા માટે પણ સલાહ આપવામાં આવી છે.
જાપાન સરકારે આપ્યુ એલર્ટ -
નોર્થ કોરિયાની આ હરકત બાદ જાપાન સરકારે દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું છે કે, જાણકારી એકઠી કરવા અને તેનુ વિશ્લેષણ કરવામાં વધુમાં વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, અને જનતાને તરતજ પર્પાપ્ત જાણકારી આપવામાં આવશે. વિમાન, જહાજો અને અન્ય સંપતિઓની સુરક્ષા નક્કી કરવામાં આવશે, સાવધાની માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.
North Korea-South Korea:70 વર્ષમાં પ્રથમ વાર બંન્ને દેશોએ એકબીજા પર ફેંકી મિસાઇલો, પ્રવાસીઓના અવરજવર પર રોક
North Korea Attacks On South Korea: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ તણાવ વધી ગયો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે બંને દેશોએ એકબીજાના દરિયાકાંઠાની ખૂબ નજીકથી મિસાઈલ ફેંકી હતી. બુધવારે (2 નવેમ્બર) ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર એક પછી એક 10 મિસાઇલો ફેંકી હતી. આ મિસાઈલોમાં શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SBRM) પણ સામેલ હતી. દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે લગભગ 60 કિલોમીટર દૂર એક મિસાઇલ પડી હતી. આ પછી દક્ષિણ કોરિયાના ફાઇટર પ્લેન્સે ઉત્તર કોરિયાના કિનારા નજીક ત્રણ મિસાઇલો ફેંકી હતી. માનવામાં આવે છે કે દક્ષિણ કોરિયાએ લાંબા સમય બાદ ઉત્તર કોરિયાની મિસાઈલોનો જવાબ આપ્યો છે.
આથી જ ઉત્તર કોરિયાએ મિસાઇલો છોડી હતી