મોડર્નાએ પોતાની કોરોના રસીને 12થી 17 વર્ષના બાળકો પર અસરકારક ગણાવી, મંજૂરી માટે કરશે અરજી
અમેરિકા ને કેનેડાએ આ મહિનાની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેકની રસીને 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે મંજૂરી આપી છે.
વિશ્વભરમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ માગ અનુસાર રસીની સપ્લાઈન નથી થઈ રહી. ત્યારે મોડર્નાએ મંગળવારે કહ્યું કે, તેની કોરોના રસી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો પર પણ અસરકારક અને સુરક્ષિત છે. કંપનીએ કહ્યું કે, 12થી 17 વર્ષના બાળકોમાં કોરોના રસીનું ક્લીનિકલ ટ્રાયલમાં કોઈ નવી કે મોટી સુરક્ષાને લગતી સમસ્યા સામે નથી આવી.
અમેરિકા ને કેનેડાએ આ મહિનાની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેકની રસીને 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે મંજૂરી આપી છે. મોડર્નાએ કહ્યું છે કે, તે જૂનની શરૂઆતમાં રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની પાસે અરજી કરશે. જો મોડર્નાની રસીને મંજૂરી મળી જાય તો બાળકો માટે ફાઈઝર-બાયોએનટેક રસી બાદ આ બીજી રસી હશે.
ટ્રાયલમાં 12થી 17 વર્ષના 3700થી વધારે બાળકો સામેલ
કંપનીએ 3700થી વધારે 12થી 17 વર્ષના બાળકોને ટ્રાયલમાં સામેલ કર્યા. પ્રારંભિક નિષ્કર્ષોથી જાણવા મળ્યું છે કે, રસી બાળકોમાં ઇમ્યૂન પ્રોટેક્શન વયસ્કો જેવા જ સમાન લક્ષણોને ટ્રિગર કર્યા અને તેવી જ રીતે સામાન્ય આડ અસર જેમ કે ગળામાં ખરાશ, માથું દુખવું અને થાક સામે આવ્યા. જે બાળકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા તેમનામાં કોરોનાના લક્ષણ સામે ન આવ્યા. કંપનીએ એ પણ કહ્યું કે, પ્રથમ ડોઝના બે સપ્તાહ બાદ રસી 93 ટકા અસરકારક રહી.
કોઈ નવી સેફ્ટી ઇશ્યૂ ન આવે સામે
કોવિડ-19થી સંક્રમિત થનાર મોટાભાગના બાળકોમાં માત્ર સામાન્ય લક્ષણ હોય છે અથવા કોઈ લક્ષણ નથી હતો. તેમ છતાં બાળકોને ગંભીર રીતે બીમાર થવાનું જોખમ રહે છે. કંપનીએ કહ્યું કે, સંશોધકોને કોઈ સુરક્ષાને લઈની કોઈ નવી સમસ્યા જોવા નથી મળી. બીજા ડોઝ બાદ કોમન સાઈડ ઇફેક્ટ માથામાં દુઃખાવો, થાક, શરીરમાં દુખાવો, ઠંડી લાગવી છે. નોંધનીય છે કે, અમેરિકામાં મંજૂરી મળ્યા બાદ મોટી સંખ્યામાં બાળકો ફાઈઝરની રસી લઈ રહ્યા છે.