શોધખોળ કરો

યુરોપમાં Monkeypoxનો કહેર, WHOએ ઇમરજન્સી બેઠક યોજી

બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુકે સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંકીપોક્સના વધતા કેસોએ પણ ચિંતા વધારી છે

વિશ્વભરમાં મંકીપોક્સ (Monkeypox)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં મંકીપોક્સના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અહી પ્રથમ વખત મંકીપોક્સના રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાયા હતા. યુરોપમાં અત્યાર સુધીમાં લગભગ 100 મંકીપોક્સના દર્દીઓ મળી આવ્યા છે. મંકીપોક્સના કેસમાં વધારો થતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇમરજન્સી બેઠક કરી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંકીપોક્સને મહામારી જાહેર કરવી જોઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી હતી.

હાલમાં યુરોપના નવ દેશોમાં મંકીપોક્સના  કેસ નોંધાઇ ચૂક્યા છે. બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુકે સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંકીપોક્સના વધતા કેસોએ પણ ચિંતા વધારી છે. પરંતુ વધતા જતા કેસોની વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે આ રોગ મહામારી નહીં બને કારણ કે તે કોરોના જેટલી ઝડપથી ફેલાતો નથી.

આ અંગે Robert Koch Instituteના પ્રોફેસર ફૈબિયનનું કહેવું છે કે આ મહામારી લાંબા સમય સુધી રહે તેવું ખૂબ મુશ્કેલ લાગે છે. વેક્સિન પણ મંકીપોક્સની અસરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. પરંતુ WHOના યુરોપિયન ચીફ મંકીપોક્સ વિશે વધુ ચિંતિત છે. તેમના મતે જો યુરોપમાં લોકો વધુ પાર્ટીઓમાં હાજરી આપે છે, જો તેઓ ઉનાળામાં રજાઓ માણવા જાય છે, તો આ રોગ વધુ ફેલાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે યુરોપિયન દેશોમાં મંકીપોક્સનો પહેલો કેસ 7 મેના રોજ નોંધાયો હતો. તે વ્યક્તિ પણ નાઈજીરિયાથી આવ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસ આફ્રિકન દેશોમાં જોવા મળી રહ્યા છે. 2017 થી ત્યાં કેસ વધી રહ્યા છે. પરંતુ ચિંતાજનક ટ્રેન્ડ એ છે કે હવે યુરોપમાં પણ આ રોગના કેસમાં વધારો થઇ રહ્યો છે.

મંકીપોક્સના લક્ષણો વિશે વાત કરીએ તો ચેપ લાગ્યાના પાંચ દિવસમાં, તાવ,  માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. તાવના એકથી ત્રણ દિવસ પછી તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget