શોધખોળ કરો
Advertisement
ઇટાલીમાં કોરોના વાયરસ સામેની લડાઇમાં 51 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ
આ વચ્ચે ઇટાલીમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 9134 પર પહોંચી ગઇ છે જે દુનિયામાં સૌથી વધુ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ગઢ બની ચૂકેલા ઇટાલીમાં 51 ડોક્ટરોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ડોક્ટરો કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓનો ચેપ લાગ્યો હતો. આ વચ્ચે ઇટાલીમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 9134 પર પહોંચી ગઇ છે જે દુનિયામાં સૌથી વધુ છે.
સીએએનના રિપોર્ટ અનુસાર, આ તમામ 51 ડોક્ટર કોરોના વાયરસ પોઝિટીવ હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. ઇટાલીના ડોક્ટર અસોસિયેશનના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ તાજેતરમાં જ આ ખતરાને જોતા ડોક્ટરો માટે વધુ સુરક્ષા સાધનો માંગ્યા હતા. અનેલ્લીએ કહ્યું કે, સૌ પ્રથમ કામ ડોક્ટરો અને હેલ્થ કેર વર્કરની સુરક્ષા કરવી જોઇએ જેથી તે કોરોનાની ઝપેટમાં ના આવે.
આ વચ્ચે ઇટાલીમાં કોરોનાથી રાહત મળવાની આશા દેખાઇ રહી નથી. છેલ્લા સપ્તાહમાં એક-બે દિવસ મરનારાઓની સંખ્યામાં ઘટાડો થતાં માનવામાં આવી રહ્યું હતુ કે દેશ જલદી કોરોના મહામારીમાંથી બહાર નીકળી જશે. જોકે, શુક્રવારે ઇટાલીમાં 970થી વધુ લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement