શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકામાં Coronavirusનો કહેરઃ મોતનો આંકડો 5000ને પાર, 24 કલાકમાં 1000થી વધારે લોકોના મોત
અમેરિકાની યૂએસ કોરનોા ટાસ્ક ફોર્સના પ્રમુખ ડેબોરા બિર્સને કહ્યું કે, અમારો અંદાજ છે કે અમેરિકામાં કોરોના કારણે 1-2 લાખ લોકોના મોત થઈ શકે છે.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિસાળી દેશ અમેરિકા કોરોનાના કહેરનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી એક હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ દેશમાં કોરોનાથી મરનારા લોકની કુલ સંખઅયા 5000ને પાર કરી ગઈ છે. અમેરિકામાં મોતનો આંકડો ચીનથી પણ વધારે થઈ ગયો છે. માત્ર ન્યૂયોર્કમાં જ બે હજારથી વધારે લોકોના મોત થયા છે.
ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત
અમેરિકામાં કોરોના વાયરસથી પ્રભાવિત થનારા સ્થળોમાં ન્યૂયોર્કનું નામ સૌથી ઉપર છે. અહીં કોરોના વાયરસને કારણે 2000થી વધારે લોકોના મોત થયા છે. ઉપરાંત ન્યૂયોર્કમાં જ 83,000થી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
યૂએસ કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખનો ડરામણો અંદાજ
અમેરિકાની યૂએસ કોરનોા ટાસ્ક ફોર્સના પ્રમુખ ડેબોરા બિર્સને કહ્યું કે, અમારો અંદાજ છે કે અમેરિકામાં કોરોના કારણે 1-2 લાખ લોકોના મોત થઈ શકે છે. અમારો પૂરો પ્રયત્ન છે કે લોકોના જીવ બચાવી શકાય અને મોતનો આંકડો ઓછામાં ઓછો રહે.
અમેરિકામાં નર્સોનું પ્રદર્શન
અમેરિકામાં ન્યૂયોરક્માં એક હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું અને સારા ઉપકરણ અને કોરોના વાયરસની સામે લડવા માટે સારી સુવિધાઓની માગ કરી છે. એક નર્સે એક વીડિયો દ્વારા કહ્યું કે, કોરોના સામે લડવા નીકળેલા અમે લોકો (ડોક્ટર અને નર્સ) સુસાઈડ મિશન પર છીએ. અમારી પાસે ન તો N95 માસ્ક છે અને ન તો વાયરસથી બચવા માટેના સૂટ છે. અમારી પાસે કોરોના વાયરસ સામે લડવા માટે ઉપકરણો જેમ કે વેન્ટિલેટર પણ ઘણાં જ ઓછા છે. એવામાં અમે કેવી રીતે કોરોનાની સામે લડી શકીશું અને ખુદ અમને આ બીમારીની ઝપેટમાં આવવાનો ડર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોતનો આંકડો ઓછો કરવાનો પ્રયત્ન
એવું લાગે છે કે, અમેરિકાના રાષ્ટર્પતિ ડોનાલ્ટ ટ્રમ્પ પણ કોરોના વાયરસની આગળ લાચાર જોવા મળી રહ્યા છે અને તેમણે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં મોતનો આંકડો ઓછો રહે તેના માટે સરકાર કામ કરી રહી છે.
અમેરિકામાં 6 સપ્તાહની બાળકીનું કોરોનાને કારણે મોત
અમેરિકામાં 6 સપ્તાહની બાળકીનું પણ કોરોનાને કારણે મોત થયું છે. તેને કોરોના વાયરસને કારણે થનારી સૌથી ઓછી ઉંમરની મોત સાથે જોડવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion